Mukhya Samachar
National

રાહતના સમાચાર: યુક્રેનમાં ફસાયેલા ભારતીયો આવશે સ્વદેશ પરત

trapped Indians return home
  • યુક્રેનમાં ફસાયેલા ભારતીયો આવશે સ્વદેશ પરત
  • વિદ્યાર્થીઓની પ્રથમ ટુકડી રવાના
  • હાલમાં લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે
trapped Indians return
News of relief: Indians trapped in Ukraine will return home

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી હવે શરૂ થઈ ગઈ છે. તે બધાને રોમાનિયાના રસ્તે દેશમાં પાછા લાવવામાં આવશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણકે, હવે પશ્ચિમ યુક્રેનમાં લિવીવ અને ચેર્નિવત્સીમાં વિદેશ મંત્રાલયના કેમ્પ ફરીથી સક્રિય થયા છે. એક તસવીર પણ સામે આવી છે, જેમાં 25થી 30 ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ગઈકાલે ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત મોકલવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી જ્યારે વિદેશ મંત્રાલયે પોલેન્ડ અને હંગેરીના માર્ગ દ્વારા બધાને બહાર કાઢવામાં આવશે તેવી માહિતી આપી હતી.

trapped Indians return home
News of relief: Indians trapped in Ukraine will return home

એવું કહેવામાં આવે છે કે, હાલમાં લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. આ યાદીમાં ઘણા વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ છે, જે ત્યાં ભણવા ગયા હતા. કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં મેડિકલના વિદ્યાર્થીઓને બંકરમાં છુપાવવાની ફરજ પડે છે. આ કારણે હવે ભારત સરકાર દ્વારા બચાવ અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે. ગઇકાલે પીએમ મોદીએ પુતિન સાથે ફોન પર વાતચીત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સલામતી તેમની સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. હવે તે વાતચીત બાદ આજે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પ્રથમ બેચ રવાના કરવામાં આવી છે.

Related posts

વિક્રમ કિર્લોસ્કર: ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેનનું નિધન, 64 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Mukhya Samachar

Andhra Pradesh: અમરાવતી નહીં, વિશાખાપટ્ટનમ હશે આંધ્ર પ્રદેશની રાજધાની મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત

Mukhya Samachar

જોધપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો: સ્થિતિ કાબુમાં લેવા પોલીસે લાઠ્ઠી ચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા: સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ ઠપ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy