Mukhya Samachar
Gujarat

ગુજરાત માટે આગામી દિવસો ભારે 5 દિવસ ભારે વરસાદની આગાહી

next-5-days-heavy-rain-forecast-in-gujarat
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી
  • મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના
  • રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે

હવામાનની આગાહી અનુસાર રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાનની આગાહી અનુસાર, તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા

એ સિવાય વધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.’

વધુમાં જણાવ્યું કે, ‘રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.’

next-5-days-heavy-rain-forecast-in-gujarat

આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

એમાંય આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસશે. આજે અમદાવાદમાં સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડશે.

બીજી બાજુ તારીખ 6 ઓગસ્ટના રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Related posts

જામનગરમાં ફરી પકડાયું ડ્રગ્સ! 10 કિલો MD ડ્રગ્સ સાથે 1 ની ધરપકડ

Mukhya Samachar

આજથી કિશોરોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ થયો

Mukhya Samachar

ખેડૂતો માટે સારા સમાચાર! પાક નુકસાની સહાય અંગે કૃષિમંત્રીનું મોટું નિવેદન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy