Mukhya Samachar
National

નીરવ મોદીને ભારત પરત લાવવા ગ્રીન સિગ્નલ મળ્યું! બ્રિટન કોર્ટે નીરવ મોદીની અરજી ફગાવી

Nirav Modi got green signal to bring back to India! Britain court rejected Nirav Modi's petition

બ્રિટન કોર્ટે કહ્યું કે, ‘નીરવનું પ્રત્યાર્પણ કોઇપણ રીતે અન્યાયપૂર્ણ કે દમનકારી નહીં હોય.’ કોર્ટે નિરવ મોદીને ભારત મોકલવાનાં મુદા્ને ગ્રીન સિગ્નલ આપ્યાં છે.  ભારત લાંબા સમયથી નીરવ મોદીનાં પ્રત્યાર્પણની રાહ જોઇ રહ્યું હતું, પરંતુ બ્રિટનની શરણે બેઠેલી નીરવ મોદી એ એક્શનથી બચવા માટે વારંવાર નવા-નવા નુસ્ખા અજમાવતો હતો. બ્રિટન હાઇકોર્ટમાં નીરવનાં વકીલ જણાવી રહ્યાં છે કે તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારત જેલમાં જેવી સ્થિતિ છે કે તે ત્યાં આપઘાત પણ કરી શકે છે. આ તર્કનાં આધારે જ તેનાં પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાઇકોર્ટે સુનાવણી બાદ નીરવ મોદીની યાચિકાને નામંજૂર કરી છે.

Nirav Modi got green signal to bring back to India! Britain court rejected Nirav Modi's petition

Firestar ડાયમંડ કંપનીના સ્થાપક નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના 13000 કરોડના કૌભાંડનો સહઆરોપી છે. આ ઉપરાંત તેણે કેલીફોર્નિયા રાજ્યમાં પણ 4.2 મિલિયન ડોલરનું કૌભાંડ આચર્યું છે. 2018માં દેવાળિયા જાહેર થવાની અરજી કરી ચુકેલો નીરવ હજુ પણ સરકારની પકડની બહાર છે. તેની પણ 1400 કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે.

Related posts

નાપાક હરકત; છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટનું અપહરણ

Mukhya Samachar

મહારાષ્ટ્રના નાસિકમાં સર્જાઈ મોટી દુર્ઘટના! પેસેંજર ભરેલ બસમાં આગ લાગતાં 10 લોકોના મોત

Mukhya Samachar

“અગ્નિપથ” યોજનાના વિરોધમાં આજે ભારતબંધનું એલાન! અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy