Mukhya Samachar
National

મોરબી દુર્ઘટના પર નીતિન ગડકરીએ આપ્યું નિવેદન; કહ્યું: “એવી સિસ્ટમ ફીટ કરીશ કે નબળા પુલ હશે તો એલાર્મ વાગશે”

Nitin Gadkari's Statement on Morbi Tragedy; Said: “I will fit a system that will sound an alarm if there is a weak bridge”

મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલ એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ એક એવી સિસ્ટમ લગાવશે, જે નબળા થઈ રહેલા બ્રિજ વિશે પહેલાથી જાણ કરી દેશે. તેમણે કહ્યું કે, પુલ ક્યાંય પણ ખરાબ હોય, તેના વિશે દિલ્હીમાં બેઠા બેઠા ખબર પડી જશે.

સરકારી આંકડા અનુસાર, 30 ઓક્ટોબરે મોરબીમાં થયેલા કેબલ પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ચૂંટણી રાજ્યમાં આ ભયંકર અકસ્માત બાદ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષના ટાર્ગેટ પર આવી ગઈ હતી. વિપક્ષ મોરબી પુલ દુર્ઘટનાને લઈને સરકારને સવાલ પુછી રહ્યા છે. દુર્ઘટનાને લઈને વિપક્ષ તરફથી કરવામાં આવેલી ટિકા અને માગમાં આવી રહેલા સમાધાનને ળઈને એક ટીવી ચેનલે જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સવાલ પુછ્યો તો, તેમણે જવાબ આપ્યો કે, કેટલાય પુલનો રેકોર્ડ તૈયાર કર્યો છે.

Nitin Gadkari's Statement on Morbi Tragedy; Said: “I will fit a system that will sound an alarm if there is a weak bridge”

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, હું ઓસ્ટ્રેલિયા ગયો હતો, દુનિયાની ટેક્નોલોજી પર અધ્યયન કરવા, નાસિકમાં આપણા લોકોએ રિસર્ચ કર્યું છે કે અમે પુલમાં એવી સિસ્ટમ લગાવી દઈશું કે, દિલ્હીમાં બેઠા બેઠા આપણા કોમ્પ્યુટર પર ખબર પડી જશે કે ક્યો પુલ પડવાનો છે, ક્યો પુલ નબળો છે. મેં 80 હજાર પુલનો એક રેકોર્ડ તૈયાર કર્યો છે અને હું હજૂ ત્રણ ચાર લાખ પુલનો રેકોર્ડ તૈયાર કરાવીશ અને કોર્પોરેશન, નગર પરિષજ અને સ્ટેટ, તમામ બ્રિજનો રેકોર્ડ એક જગ્યાએ હશે અને જ્યાં આવી કોઈ શંકા છે, ત્યાં રેડ અલાર્મ વાગશે. તરત જ હું કોર્પોરેશનને, રાજ્ય સરકારને અને એનએચએઆઈને જણાવી દઈશ કે આ બ્રિજ ખરાબ છે. આ આખી સિસ્ટમ અમે તૈયાર કરી રહ્યા છીએ.

 

Related posts

કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે રસ્તામાં બંધ પડેલ બસને માર્યો ધક્કો! જાણો ડ્રાઇવરે શું કહ્યું?

Mukhya Samachar

દેશમાથી થાતી જેમ્સ-જ્વેલરીની નિકાસ 4.21 ટકા ઘટી

Mukhya Samachar

1 જૂનથી તમારા ખીસ્સા પર વધશે આ નવું ભારણ! પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy