Mukhya Samachar
Politics

બિહારનાં રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ નીતિશ કુમાર ભાજપનો સાથ છોડવાની તૈયારીમાં

nitish-kumar-is-preparing-to-leave-the-bjp
  • એક-બે દિવસમાં JDU ભાજપથી અલગ થવાની જાહેરાત કરી શકે છે
  • જેડીયુ ભાજપ પર તેની પાર્ટી તોડવાનો આરોપ લગાવી રહી છે
  • નીતીશ કુમાર આરજેડી, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે

બિહારમાં ફરી એકવાર JDU-BJP ગઠબંધન તૂટી શકે તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોનું માનીએ તો એક-બે દિવસમાં JDU ભાજપથી અલગ થવાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર આરજેડી, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જેડીયુ ભાજપ પર તેની પાર્ટી તોડવાનો આરોપ લગાવી રહી છે. તાજેતરમાં પાર્ટીમાંથી રાજીનામું આપનાર RCP સિંહ દ્વારા પાર્ટી તોડવાની કોશિશનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, નીતિશ કુમારની પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો મધ્યસત્ર ચૂંટણી ઇચ્છતા નથી. આવી સ્થિતિમાં નીતિશ કુમાર આરજેડી, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા માટે વિકલ્પો શોધી રહ્યા છે.

બિહારમાં રાજકીય ગતિવિધિઓને જોતા આવતીકાલે પટનામાં આરજેડી ધારાસભ્યોની બેઠક યોજાવાની છે. JDU-BJP ગઠબંધનને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે આ બેઠકને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે આરજેડીના તમામ સાંસદો પણ આજે સાંજ સુધીમાં પટના પહોંચી જશે.

nitish-kumar-is-preparing-to-leave-the-bjp

છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે તે પછી સતત સવાલો ઉભા થઈ રહ્યા છે કે, બિહારમાં એનડીએની સરકાર પડી જશે અને નીતિશ ફરીથી આરજેડી સાથે મળીને સરકાર બનાવશે. વાસ્તવમાં, જો આપણે છેલ્લા 1 મહિના પર નજર કરીએ તો લાગે છે કે, નીતિશ અને ભાજપ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. એક મહિનામાં 4 વખત આવું બન્યું છે, જ્યારે નીતિશ કુમારે ભાજપમાંથી પોતાને દૂર રાખ્યા હોય.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ નીતિશ કુમારે કોંગ્રેસ નેતૃત્વનો સંપર્ક કર્યો છે. જોકે, સૂત્રોએ એ વાતનો ઇનકાર કર્યો હતો કે, નીતિશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે સીધી વાત કરી હતી. આરસીપી સિંહે રાજીનામું આપ્યું છે ત્યારથી તેઓ વિરોધ પક્ષમાં સક્રિય થઈ ગયા છે. બિહાર કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસે કહ્યું કે, તેઓ સ્વતંત્રતા દિવસ સંબંધિત કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સત્તાવાર રીતે તાના જઈ રહ્યા છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, તેઓ રાજ્યમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર પણ નજર રાખશે.

nitish-kumar-is-preparing-to-leave-the-bjp

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ચર્ચાઓ મુજબ જ્યારે, નીતિશ કુમારે આરસીપી સિંહને ત્રીજી વખત રાજ્યસભામાં ન મોકલ્યા અને તેમણે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું, તે પછી નીતિશ અને આરસીપી સિંહ વચ્ચે અંતર વધી ગયું છે. આ રમ્યાન નીતિશ ભાજપની ‘ગેમ’ સમજી ગયા કે, તેઓ RCP સિંહનો ઉપયોગ તેમને નબળા કરવા માટે કરી રહ્યા છે અને તેથી જ સમય જતાં નીતિશે RCP સિંહ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને પરિણામે RCP સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જનતા દળ યુનાઈટેડના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહને જે રીતે અપાર સંપત્તિ મળી. કમાણીના મુદ્દાને લઈને પાર્ટી પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો, ત્યારબાદ RCPએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. બિહારમાં એ વાત ચર્ચાઇ રહી છે કે, આરસીપી સિંહના ભાજપના નેતાઓ સાથે ખૂબ સારા સંબંધો છે અને કહેવાય છે કે, તેઓ જનતા દળ યુનાઈટેડના ભાજપના માણસ તરીકે કામ કરે છે. કદાચ આ જ કારણ છે કે, ગયા વર્ષે જ્યારે નરેન્દ્ર મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે આરસીપી સિંહ નીતીશ કુમારની સંમતિ વિના કેન્દ્રમાં મંત્રી બન્યા હતા.

Related posts

રાજસ્થાન રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ઝટકો! ભાજપના ધારાસભ્યએ આપ્યો કોંગ્રેસને વોટ

Mukhya Samachar

2024ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારને લઇ અમિત શાહની મોટી જાહેરાત

Mukhya Samachar

ગુજરાત કોંગ્રેસમાં ભડકો! NSUIના નવા પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ 300 હોદ્દેદારોના રાજીનામાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy