Mukhya Samachar
Gujarat

ખેલૈયાઓ માટે માઠા સમાચાર! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદ પડવાની કરી આગાહી

not a good news for players! Meteorologist Ambalal Patel predicted rain during Navratri

બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદના વરતારા કર્યા છે. અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે.26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

અંબાલાલે વધુમાં જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.

not a good news for players! Meteorologist Ambalal Patel predicted rain during Navratri

ખેડૂતો માટે સારી વાત એ છે કે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ફરી પાણી છોડાયું છે. ઉપરવાસથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણીની કુલ જાવક 1.20 લાખ ક્યુસેક છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.62 મીટરે છલોછલ ભર્યો છે. તો બીજી તરફ છેલ્લા 3 દિવસથી વરસાદ બંધ થતાં ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 342.72 ફૂટ પર છે. જે ભયજનક સપાટીથી અઢી ફૂટ દૂર છે.

Related posts

દાહોદ નજીક રેલ દુર્ઘટના! ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા

Mukhya Samachar

દરિયામાં લો-પ્રેસર સર્જાતા ભારે પવન સાથે વરસાદની સંભાવના! રાજ્યના 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

Mukhya Samachar

ગુજરાતના આ જિલ્લામાં મેલેરિયા, કોરોના સહિત ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy