Mukhya Samachar
Gujarat

વિદ્યાનુ નહીં પણ વિવાદનું ધામ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

Saurashtra University again in controversy
  • વિવાદનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી
  • અધ્યાપક મંડળના મંત્રીએ કર્યો મોટો આક્ષેપ
  • 800 માંથી 250 પ્રોફેસરના જ નામ મતદાર યાદીમાં
Saurashtra University again in controversy
Not of education but of controversy: Saurashtra University again in controversy

વિદ્યાનુ નહીં પણ વિવાદનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની ગઈ હોય તેમ વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવાર નવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે વધુ એક વખત યુનિવર્સિટીમાં વિવાદ સામે આવ્યો છે.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. સેનેટની ચૂંટણી પહેલા પ્રોફેસરના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. સૌરાષ્ટ્રની અલગ-અલગ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં 800 જેટલા પ્રોફેસર છે. જેમાંથી માત્ર 250 પ્રોફેસરના નામ જ મતદાર યાદીમાં છે. બાકીના નામો ગાયબ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે સવાલો ઉભા થયા છે.

Saurashtra University again in controversy
Not of education but of controversy: Saurashtra University again in controversy

ઉલ્લેખનીય છે કે 22 માર્ચના રોજ સેનેટની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા નામ મતદાર યાદીમાંથી ગાયબ થતાં અધ્યાપક મંડળે કુલપતિને રજૂઆત કરી છે. અધ્યાપક મંડળના પ્રમુખ ક્રિપાલસિંહ અને મહામંત્રી નારણ ડોડિયાનું પણ નામ ગાયબ થયું છે. ત્યારે સ્પષ્ટ પણે જણાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મતદારયાદી સુધારણામાં સંકલનનો અભાવ છે. અધ્યાપક મંડળના મંત્રી નારણભાઇ ડોડીયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત 68 જેટલી ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે. 68 ગ્રાન્ટેડ કોલેજ પૈકી માત્ર 20 જેટલા ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરોનો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દર પાંચ વર્ષે યોજાતી આ સેનેટની ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. ત્યારે મતદારયાદીમાંથી અચાનક નામ કમી થવા મામલે સત્તાધીશ મંડળને મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.

Related posts

ધોરાજીમાં યોજાઈ ઓસમ તળેટીમાં આરોહણ – અવરોહણ સ્પર્ધા, વિજેતાઓ ને અપાયા રોકડ પુરસ્કાર

Mukhya Samachar

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાં મેઘમહેર! હજુ પણ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Mukhya Samachar

કચ્છમાં યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ, આ 5 મુદ્દાઓ પર રહેશે ફોકસ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy