Mukhya Samachar
Food

હવે ઘરમેળે જ બનાવો સ્વાદિષ્ટ મેંગો શ્રીખંડ:જાણો સમગ્ર રીત

Now make delicious Mango Shrikhand at home: Learn the whole way
  • બનાવો સ્વાદિષ્ટ મેંગો  શ્રીખંડ
  • ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી પાચનક્રિયા સુધરે છે.
  • આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો

 

Now make delicious Mango Shrikhand at home: Learn the whole way

ઉનાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી ન માત્ર તમને ગરમી ઓછી લાગે છે, પરંતુ તેનાથી તમારી પાચનક્રિયા પણ સુધરે છે. આજે અમે તમને મેંગો શ્રીખંડની રેસિપી જણાવી રહ્યા છીએ. આ સ્વીટ ડીશ તમે જમ્યા પછી ખાઈ શકો છો અથવા તો તમને જમવામાં કંઈ ખાવાનું મન ન થાય તો પણ તમે મેંગો શ્રીખંડ ખાઈ શકો છો. આવો, જાણીએ મેંગો શ્રીખંડ બનાવવાની રીત-

મેંગો શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી-

  • 1 કેરી
  • 1/2 લિટર દૂધ
  • એક ચપટી કેસર
  • 500 ગ્રામ હંગ કર્ડ
  • 1 1/2 ટીસ્પૂન કેસ્ટર શુગર
  • 25 ગ્રામ પિસ્તા (કતરણ)
  • 25 ગ્રામ બદામ (કતરણ)

મેંગો શ્રીખંડ બનાવવાની રીત:

  • સૌપ્રથમ એક કડાઈમાં કેસર અને દૂધ નાખી ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો અને કેરીને ધોઈ લો અને તેની છાલ કાઢી લો. હવે તેને મિક્સરમાં બ્લેન્ડ કરી લો.
  • હવે એક બાઉલમાં હંગ કર્ડ, કેસ્ટર શુગર અને અડધુ કેસર મિક્સ કરેલું દૂધ ઉમેરો. તેમાં કેરીની પ્યુરી પણ ઉમેરો.
  • આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં બાકીનું દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • હવે તેમાં સમારેલી બદામ અને પિસ્તા ઉમેરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
  • તેને એક બાઉલમાં કાઢીને બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરો. જો તમે ઈચ્છો તો ખાંડને બદલે ગોળ અથવા મધ ઉમેરી શકો છો.
  • આ સિવાય ખાંડ સ્કિપ પણ કરી શકાય છે કારણ કે કેરી મીઠી હોય છે તેથી ખાંડ વગર પણ ચાલશે. હવે તેને 4 થી 5 કલાક માટે ફ્રીજમાં રાખો. ઠંડુ સર્વ કરો.

Related posts

Walnut and Banana Kheer Recipe: અખરોટ અને કેળા સાથે બનાવો આ ખાસ ખીર, તમે અન્ય મીઠાઈઓ ખાવાનું ભૂલી જશો

Mukhya Samachar

આ છે વિદેશી સ્વાદિષ્ટ વાનગીઓ જેનો રાતના ભોજનમાં સમાવેશ કરી પરિવાર સાથે માણો આનંદ

Mukhya Samachar

આમરસ બનાવતી વખતે ના કરતા આ ભૂલ, આ રીતે બનાવશો તો સ્વાદ બમણો થઈ જશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy