Mukhya Samachar
Gujarat

હવે ઘરે બનાવો બજાર જેવું  સ્વાદિષ્ટ અથાણું અને કરો રૂપિયાની બચત 

Now make delicious pickles like at home and save money
  • કાચી કેરીના આગમન સાથે અથાણાંની સીઝન શરૂ થઈ ગઈ છે
  • ઘરનું અથાણું બજાર ભાવ કરતા 35 ટકા સસ્તુ બને છે.
  •  ગૃણીઓ સમગ્ર વર્ષ માટે અથાણું તેમજ છૂંદો બનાવવાની તૈયારીઓ કરતી હોય છે

સ્વાદિષ્ટ અને ભરોસાપાત્ર ઘરનું અથાણું એક કિ લો અથાણાં માટે કેરી, મસાલો, તેલ, ગોળ, મીઠુ, હળદર ફક્ત રૂ.195માં પડે દેશમાં વધતી મોંઘવારી સાથે ખાદ્યચીજોનો ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. બજારમાંથી તૈયાર ચીજ વસ્તુઓ લાવવા કરતા ઘરમાં સસ્તી, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીજવસ્તુઓ બનાવવા તરફ ગૃહીણીઓ ભાર મુકી રહી છે. હાલ કાચી કેરીના આગમન સાથે અથાણાંની સીઝન શરૂ થઈ હોઈ ગૃહિણીઓ દ્વારા ઘરે જ અથાણું બનાવવાને પ્રાથમિકતા અપાઈ રહી છે.નડિયાદ શહેરમાં કેરી, તેલ, અથાણાનો મસાલો, લાવી ઘરે અથાણું બનાવતી મહિલાઓ બજાર ભાવ કરતા 35 ટકા સસ્તા ભાવે અથાણું બનાવી રહી છે. બજારમાં સ્ટાન્ડર્ડ કંપનીનું તૈયાર અથાણું રૂ.310 પ્રતિ કિલો ના ભાવે મળી રહ્યું છે, જ્યારે એજ અથાણું ઘરે રૂ.195ની આસપાસ બનીને તૈયાર થતા રૂ.115 નો લાભ થાય. ઉનાળો શરૂ થાય અને કાચી કેરી આવે એટલે ગૃહીણીઓ સમગ્ર વર્ષ માટે અથાણું, છૂંદો બનાવવાની તૈયારીઓ કરતી હોય છે.

Now make delicious pickles like at home and save money

તેઓ બજારમાંથી કાચી કેરી, અથાણાંનો મસાલો, તેલ, ગોળની ખરીદીમાં લાગી જતી હોય છે. છેલ્લા બે મહિનાથી મોંઘવારી તેની સર્વોચ્ચ સપાટી પર છે, અને તમામ ખાદ્યપદાર્થોમાં ભાવ વધારો થઈ રહ્યો છે. તેમછતા ઘરે અથાણું બનાવતી ગૃહિણીઓ માટે આનંદના સમાચાર એ છેકે બજારમાં રૂ.310માં મળતા ગળ્યા અથાણાં સામે આજે પણ ઘરનું અથાણું બજાર ભાવ કરતા 35 ટકા સસ્તુ બને છે.એક ગણતરી મુજબ એક કિલો ગળ્યા અથાળા માટે 600 ગ્રામ કેરી, 150 ગ્રામ ગોળ, 100 ગ્રામ તેલ અને 150 ગ્રામ અથાણાંનો મસાલો વાપરવામાં આવે અને ઘરે જ અથાણું તૈયાર કરવામાં આવે તો પણ ફક્ત રૂ.195માં તૈયાર થઈ જાય. જેની સાથે ગૃહિણીઓને સ્વ હસ્તે અથાણું બનાવ્યું હોય ગુણવત્તા અંગે વિશ્વાસ કેળવાઈ રહી છે. તેમજ ગૃહિણીના હાથનું બનાવેલું તાજુ અથાણું પરિવારજનોમાં પણ એક એક અલગ છાપ ઉભી કરે છે. તૈયાર અથાણાં કરતાં મસાલાની માગ વધુ હાલ કેરીની સીઝન ચાલું છે, જેમાં તૈયાર અથાણાં કરતા મસાલાની માંગ વધુ છે.અથાણાંના મસાલાનો ભાવ વધ્યો હોવા છતાં ગૃહિણીઓ સમગ્ર વર્ષ માટે ઘરે બનાવેલ અથાણું સંગ્રહ કરવાનો આગ્રહ રાખે છે.

Related posts

લોકરક્ષક પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે મહત્વનુ; જાણો શું કહ્યું છે હસમુખ પટેલે

Mukhya Samachar

ગુજરાત ટાઇટન્સ માટે ગર્વની વાત: ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓનું કર્યું ભાવભર્યું સન્માન

Mukhya Samachar

હીરાસર એરપોર્ટ પર મીડિયા કર્મીઓ અને પોલીસ તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી: મુખ્યમંત્રીએ ખેદ વ્યક્ત કર્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy