Mukhya Samachar
National

હવે નહીં વધે ખાંડના ભાવ! કેન્દ્ર સરકારે નિકાસ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવ્યો

Now the price of sugar will not increase! The central government extended the ban on exports for another year

સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે તેની નિકાસ પરના નિયંત્રણોને આવતા વર્ષે 31 ઓક્ટોબર સુધી લંબાવી દીધા છે. ખાંડની નિકાસ પરના નિયંત્રણો આ વર્ષે 31 ઓક્ટોબરે સમાપ્ત થવાના હતા. પરંતુ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે (DGFT) એ હવે તેને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે.  શુક્રવારે સાંજે જારી કરાયેલા નોટિફિકેશનમાં આ માહિતી આપતા DGFTએ જણાવ્યું હતું કે, “કાચી, શુદ્ધ અને સફેદ ખાંડની નિકાસ પરના નિયંત્રણો 31 ઓક્ટોબર, 2022 થી 31 ઓક્ટોબર, 2023 સુધી અથવા આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યા છે.” આ સંબંધમાં અન્ય તમામ નિયમો અને શરતો યથાવત રહેશે.

Now the price of sugar will not increase! The central government extended the ban on exports for another year

જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયંત્રણો CXL અને TRQ ડ્યુટી કન્સેશન ક્વોટા હેઠળ યુરોપિયન યુનિયન (EU) અને USમાં નિકાસ પર લાગુ થશે નહીં. સીએક્સએલ અને ટીઆરક્યુ શાસન હેઠળ આ બંને બજારોમાં ચોક્કસ માત્રામાં ખાંડની નિકાસ કરવામાં આવે છે. ભારત આ વર્ષે ખાંડનો સૌથી મોટો ઉત્પાદક તેમજ વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો છે.

દેશમાં ખાંડની કોઈ અછત ન સર્જાય અને લોકોને જે ભાવે મળે તે તે ભાવે ખાંડ મળી રહે એટલે સરકારે નિકાસ પ્રતિબંધ લગાવ્યો છે. નિકાસ પ્રતિબંધને કારણે ભારતીય ખાંડ બહાર નહીં જાય અને દેશમાં જ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેથી ભાવ નહીં વધે.

Related posts

નોઇડામાં મોટી દુર્ઘટન! ગટરની સફાઈ કરતી વખતે દિવાલ ધરાશાયી થતાં 4ના મોત

Mukhya Samachar

ગુરુગ્રામમાં તળાવમાં ડૂબી જવાથી 6 બાળકોના મોત! સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો

Mukhya Samachar

iPhone સાથે ચાર્જર ન આપવું કંપનીને પડ્યું ભારે! Appleને 164 કરોડનો દંડ ફટકારાયો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy