Mukhya Samachar
Gujarat

ફરી એકવાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ

clerk exam postponed
  • ફરી એકવાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ
  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષામાં ત્રીજી વખત મુદત પડી
  • અચાનક નિર્ણય લેવાતા ઉમેદવારોમાં ભારે રોષ
clerk exam postponed
Once again the examination of non-secretariat clerk postponed

ગુજરાતમાં રવિવારે બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની યોજાનારી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છેકે, વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં ફરી વાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. ત્રીજી વાર પરીક્ષા મોકુફ રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરિક્ષા  ્અગાઉ રદ કરવામાં આવી હતી.  બે વાર આ જ પરીક્ષા રદ થઇ ચૂકી છે. આખરે ત્રણ વર્ષ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા યોજવા નક્કી કર્યુ હતું જેના કારણે લાખો વિદ્યાર્થીઓએ પરિક્ષાની તૈયારીઓ કરી હતી.  બિન સચિવાલયની કલાર્કની 3901 જગ્યાઓ માટે રવિવારે પરિક્ષા યોજાવવાની હતી. ત્રણ વર્ષના લાંબા ઇન્તજાર બાદ પરિક્ષા યોજાવવાની હોઇ પરિક્ષાર્થીઓએ રાતદિવસ વાંચન કરી મહેનત કરી રહ્યાં હતાં.

clerk exam postponed
Once again the examination of non-secretariat clerk postponed

પાટનગર ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં કોચિગ કલાસમાં જઇને તૈયારીઓ કરી રહ્યાં હતાં ત્યારે છેલ્લી ઘડીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી છે.  રવિવારે યોજાનારી પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ દસેક પરિક્ષાર્થીઓ ભાગ લેવાના હતાં. પરીક્ષા મોકુફ રાખવાના નિર્ણયથી લાખો પરિક્ષાર્થીઓ નિરાશ થયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પણ પરીક્ષા સેન્ટરો નક્કી કરીને પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો પણ છેલ્લે પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.  ચર્ચા એવી છેકે, પ્રથમ વખત ધો.12 પાસને પરિક્ષામાં નહી બેસવા દેવાના મામલે પરીક્ષા રદ કરાઇ હતી. બીજી વાર પેપર ફુટવાને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી. જયારે ત્રીજી વાર ચેરમેન રાજીનામુ આપતાં પરીક્ષા રદ કરાઇ છે.જોકે, પરીક્ષા કેમ રદ કરાઇ તે મુદ્દે કોઇ જવાબદારી લેવા તૈયાર નથી .

નોંધનીય છેકે, બે દિવસ પહેલાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી આસિત વોરાનું રાજીનામુ લઇ લેવાયુ છે. અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ આઇએએસ એ.કે.રાકેશને સોંપાયો છે. પેપરલીક કૌભાંડને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદમાં સપડાયુ છે.

Related posts

અમરેલી બાદ ખાંભા પંથકમાં પણ સાવજનું ટોળું દેખાયું!

Mukhya Samachar

ચાર કલાકમાં પાણી-પાણી! પુર આવતા પ્રાંચીનું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ!

Mukhya Samachar

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! એક જ દિવસમાં અધધ 1.35 લાખ ગુણીની આવક

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy