Mukhya Samachar
Gujarat

મોંઘવારીનો વધુ એક માર! પાંચ મહિનામાં ચોથી વખત વધ્યા વીજળીના ભાવ: ઇંધણ સરચાર્જમાં 20 પૈસાનો વધારો કરાયો

One more blow to inflation! Electricity prices rise for fourth time in five months: Fuel surcharge increased by 20 paise
  • વીજળીમાં યુનિટદીઠ 20 પૈસાનો વધારો કરાયો
  • ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો
  • રાજ્યના 1.30 કરોડ ગ્રાહકોને થશે અસર

One more blow to inflation! Electricity prices rise for fourth time in five months: Fuel surcharge increased by 20 paise

છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકારે ચોથી વખત ઇંધણ સરચાર્જમાં 20 પૈસાનો વધારો કરીને રૂ. 2.50 કર્યો છે, જે વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. આ વધારાની અસર કૃષિ ઉપભોક્તા સિવાયના તમામ વર્ગના ગ્રાહકોના વીજ બિલ પર પડશે. ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકિમની આગેવાની હેઠળ ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) એ તેની માટે જ મંજૂરી આપ્યા બાદ FPPPA વધારવામાં આવ્યો છે. એક સપ્તાહ પહેલાં એક ખાનગી ન્યુઝપેપરે એવો અહેવાલ આપ્યો હતો કે, GUVNL એ GERC પાસેથી FPPPAમાં 32 પૈસાના વધારાની માંગ કરી છે. જણાવી દઇએ કે, FPPPAમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરાતા ગુજરાતના 1.30 કરોડ વીજ જોડાણધારકો પરના વીજબિલમાં વર્ષે રૂ. 3240 કરોડનો વધારાનો બોજ આવશે.

One more blow to inflation! Electricity prices rise for fourth time in five months: Fuel surcharge increased by 20 paise
જાન્યુઆરીથી માર્ચ 2022ના ત્રિમાસિક ગાળા માટે FPPPAમાં યુનિટદીઠ 10 પૈસાનો વધારો કરી આપ્યા બાદ હવે બીજો 20 પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ છેલ્લાં ચાર જ મહિનામાં FPPPAમાં યુનિટ દીઠ વીજદરમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આમ, તો રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓએ FPPPAની ફોર્મ્યુલા હેઠળ યુનિટ દીઠ રૂ. 2.62 લેવાના થાય છે. તેમાંથી યુનિટ દીઠ રૂ. 2.30 વસૂલવામાં આવતા હતા. મે 2022થી તેઓ હવે યુનિટ દીઠ રૂ. 2.50 વસૂલી શકશે. આથી મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટ દીઠ 20 પૈસાનો અને 200 યુનિટના વીજ વપરાશકારોને માથે વીજ બિલમાં રૂ. 40 અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી સાથે રૂ. 45થી 48નો વધારો આવશે.

One more blow to inflation! Electricity prices rise for fourth time in five months: Fuel surcharge increased by 20 paise
વીજદરના યુનિટ દીઠ રૂ. 3.05ના સૌથી નીચા સ્લેબમાં FPPPAમાં 44 ટકાનો વધારો આવ્યો છે. વીજદર ન વધારવાનો દેખાવ કરીને લોકોને માથે 44 ટકાના વધારાનો બોજ નાખી દેવા માટે માત્ર જર્ક જ જવાબદાર છે. ગુજરાતની મોંઘી વીજળી માટે જર્ક જ જવાબદાર છે.

જર્કે એવો દાવો કર્યો છે કે, છેલ્લાં છ વરસથી વીજદરમાં કોઈ જ વધારો કરવામાં નથી આવ્યો. પરંતુ બીજી તરફ તેણે એફપીપીપીએના નામે આડકતરી રીતે વીજદરમાં 44 પૈસાનો વધારો કરી દીધો હોવાનું વીજ સેક્ટરના નિષ્ણાંત કે.કે. બજાજનું કહેવું છે. છેલ્લાં 20 દિવસમાં યુનિટ દીઠ ભાવમાં 30 પૈસાના વધારાના કારણે વીજ ગ્રાહકોને માથે મહિને અંદાજે રૂ. 270 કરોડનો વધારાનો બોજ આવશે. નોંધનીય છે કે, સાથે ગેસ અને કોલસાના પણ ભાવ વધી ગયા છે. જેના કારણે પાવર પરચેજ કોસ્ટ ઊંચી જશે. આથી FPPP વધીને રૂ. 2.98 સુધી પહોંચી જશે.

Related posts

ફાળોનો રાજા મુર્જાયો: વાતાવરણમાં આવેલા પલટાથી કેસર કેરીનો પાક ખર્યો! આ વર્ષે 25 ટકા ઉત્પાદન થવાની સંભાવના

Mukhya Samachar

સૌરાષ્ટ્રનો દરિયો બન્યો તોફાની! કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા

Mukhya Samachar

અમદાવાદ ‘ડિફેન્સ એક્સપો’ની શરૂઆત! જવાનોએ દિલધડક કારનામા કરી લોકોને આશ્ચર્યચકિત કર્યા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy