Mukhya Samachar
National

વધુ એક મોંઘવારીનો માર! દેશમાં રાંધણગેસના ભાવમાં કમરતોડ રૂ. 3.50નો વધારો

One more inflation! The price of cooking gas in the country has gone up by Rs. An increase of 3.50
  • દેશમાં રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો
  • કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘું થયું
  • દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે

દેશમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે LPG ગેસના ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરેલુ એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં LPG સિલિન્ડરની કિંમત 1005 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ વધારો એવા સમયે થયો છે, જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન છે.રાંઘણ ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા, ચેન્નઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે.

One more inflation! The price of cooking gas in the country has gone up by Rs. An increase of 3.50

આ વર્ષે એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. 1લી એપ્રિલે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 250નો વધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ એની કિંમત 2253 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ 1 માર્ચ 2022ના રોજ કોમર્શિયલ એલપીજીની કિંમત 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે છેલ્લા ઘણા મહિનાઓથી ગેસ-સિલિન્ડરની કિંમતોમાં વધારો કરાઈ રહ્યો છે.ઘરેલુ એલપીજી સિવાય કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ રૂ.8 મોંઘું થયું છે. આજથી દિલ્હીમાં 19 કિલોનું સિલિન્ડર રૂ. 2354, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નઈમાં 2507 રૂપિયામાં મળશે. તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ કોમર્શિયલ ગેસ-સિલિન્ડર 10 રૂપિયા સસ્તું થયું હતું.

Related posts

હાઈકોર્ટે કહ્યું- રાજકીય પક્ષો ચૂંટણી ચિન્હને પોતાની સંપત્તિ ન માની શકે

Mukhya Samachar

CBIએ 18 નૌકાદળના જવાનો સહિત 31 સામે FIR નોંધી, આવકવેરામાં ગોટાળાનો આરોપ

Mukhya Samachar

જગદીપ ધનખરે IIPAના 69માં સ્થાપના દિવસ કાર્યક્રમમાં લીધો ભાગ , કહ્યું- આગામી 25 વર્ષ ભારત માટે મહત્વપૂર્ણ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy