Mukhya Samachar
Gujarat

હેડ ક્લાર્ક બાદ આ યુનિવર્સિટીનું વધુ એક પેપર થયું લીક

saurast university paper leak
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીકોમનું પેપર થયું લીક
  • ગીતાંજલી કોલેજના ગ્રૂપમાં પેપર થયું ફરતું
  • પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી

 

થોડા સમય પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા હેડ ક્લાર્કનું પેપર લીક થયાની સાહી હજુ સૂકાણી નથી ત્યાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.COM ની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. બીકોમ સેમેસ્ટર-3 નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષા ચાલુ થાય તે પહેલા લીક થઈ ગયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતું થયું હતું તે ગ્રુપનું નામ ‘લવલી યાર’ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પેપર લીકની આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખ ફરિયાદી બન્યા છે.

ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષા નું પેપર ફૂટ્યા બાદ વિવિધ પરીક્ષાઓના કૌભાંડો બહાર આવી રહ્યાં છે. જેનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે રાજકોટના 58 હજાર વિદ્યાર્થીઓની ઊંઘ ઉડાડી દે તેવી ચકચાર ઘટના બની છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COM નું પેપર ફૂટ્યુ છે. આ પેપર ‘લવલી યાર’ નામના વોટ્સએપ ગ્રૂપમા ફરતુ થયુ હોવાની વાત સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે. સાથે જ આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે. આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા છે. પેપર આવ્યું કયાંથી તે બાબતે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

રાજકોટની  ગીતાંજલી કોલેજના 88 વિદ્યાર્થીના બનેલા ‘લવલી યારો’ ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી પેપર ફૂટયું જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ વધુ એક પેપર લીક કાંડનો ગઈકાલે ધડાકો કર્યો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું હતું કે,  ઇકોનોમિક્સનું B. COM સેમેસ્ટર 3નું પેપર વોટ્સ અપમાં લીક થયુ હતું. સવારે 10 વાગ્યાનો પેપરનો સમય હતો, અને 9 વાગ્યે પેપર લીક થયુ હતું. પેપર લીકની ઘટના સામે આવતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ ફરિયાદ નોંધાવવા માટે યુનિ.પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

Related posts

સુરતમાં ઉધાર માંગવો પડ્યો ભારે! પિતાએ બે દીકરાની સાથે મળી ને કાપી નાખ્યા હાથ

Mukhya Samachar

ગુજરાતની ફરી ધરા ધ્રુજી! દક્ષિણ ગુજરાતમાં અનુભવાયા ભૂકંપના આંચકા

Mukhya Samachar

ગુજરાતને 21 હજાર કરોડની ગિફ્ટ આપતા મોદી: આ ભેટ પર શરુ થશે 3 નવી ટ્રેનો 

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy