Mukhya Samachar
Politics

કોંગ્રેસને વધુ એક ઝટકો! 100થી વધુ કાર્યકરો સાથે નારાજ કોંગી ધારાસભ્ય ધારણ કરશે કેસરિયો

One more tweak to Congress! An angry Cong MLA with more than 100 activists will assume saffron
  • 100થી વધુ કાર્યકરો સાથે નારાજ ધારાસભ્ય ધારણ કરશે કેસરિયો
  • ખેડબ્રહ્માના MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે
  • અશ્વિન કોટવાલ આવતીકાલે ભાજપમાં જોડાશે

One more tweak to Congress! An angry Cong MLA with more than 100 activists will assume saffron

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. જેની વચ્ચે કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ સર્જાયું છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ આગામી અક્ષય તૃતીયા દિવસે ભાજપમાં જોડાશે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલ ગુજરાત કોંગ્રેસને પડશે વધુ એક ફટકો પડ્યો છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આવતી કાલે ભાજપમાં જોડાશે. સવારે 9 વાગે કમલમ ખાતે અશ્વિન કોટવાલ પહોંચશે. જ્યાં 100થી વધારે કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જોડાશે. તાલુકા સભ્યો સાથે અશ્વિન કોટવાલ કેસરિયો ધારણ કરશે. આ પ્રસંગે સાબરકાંઠાના જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ હાજરી આપશે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી જોવા મળી રહી છે.

One more tweak to Congress! An angry Cong MLA with more than 100 activists will assume saffron

પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયેલા અશ્વિન કોટવાલે ભાજપનો છેડો પકડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પડક્યુ છે. સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા. જે જોતા લાગી રહ્યુ છે અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ છે. મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.

Related posts

મહારાષ્ટના રાજકારણ હિલચાલ વચ્ચે કોંગ્રેસે ગુજરાતના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા!

Mukhya Samachar

ત્રિપુરામાં સીએમ અને ડેપ્યુટી સીએમ માટે આ નામ ફાઈનલ થઈ શકે છે, શાહ આજે ગુવાહાટી જઈને લેશે નિર્ણય

Mukhya Samachar

હાથી ઘોડા પાલકી જૈ કનૈયા લાલકીના નાદ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકા પહોચ્યા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy