Mukhya Samachar
Entertainment

અક્ષયકુમારે પોતાની નવી ફિલ્મના ટાઇટલ માટે માગ્યા લોકો પાસેથી અભિપ્રાય

Opinions from people seeking Akshay Kumar for the title of his new film
  • નવી ફિલ્મના ટાઇટલ માટે લોકો પાસેથી માગ્યા સજેશન
  • હિન્દી રિમેકનું ડાયરેક્શન કરશે સુધા કોંગરા 
  • લોકોને રીમેક જોવામાં કોઈ રસ નથી.

Opinions from people seeking Akshay Kumar for the title of his new film

ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મના ટાઇટલ માટે લોકો પાસેથી સજેશન માંગ્યા છે. જોમે લોકોએ તેને નવું ટાઇટલ સજેસ્ટ કરવાને બદલે સાઉથની વધુ એક રિમેક નહીં કરવાનું જ સજેશન આપી દીધું છે. અક્ષયની તાજેતર ની જ સાઉથની એક રિમેક  ‘બચ્ચન પાંડે’ એ બોક્સ ઓફિસ પર પાણી પણ ન હતું માંગ્યું તેની યાદ લોકોએ અપાવી છે. સાઉથ ની બહુ વખણાયેલી ફિલ્મ ‘ સુરારાઈ પોતરું’ ની રિમેક બની રહી છે. મૂળ ફિલ્મના ટાઇટલનો અર્થ સાહસિકો ની કદર એવો થાય છે. આ ફિલ્મ દેશમાં લો કોસ્ટ એરલાઇન્સના પ્રણેતા ગોપીનાથનાં જીવન પર આધારિત છે. 

 

Opinions from people seeking Akshay Kumar for the title of his new film

સુધા કોંગરા નું ડિરેક્શન ધરાવતી ફિલ્મમાં સુરીઆ એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે હિન્દી રિમેકનું ડાયરેક્શન પણ સુધા જ કરવાનાં છે. અક્ષય કુમારે આ ફિલ્મનું કામ શરૂ કરતાં પહેલાં નાળિયેર વધેરાયું તે પ્રસંગની કલીપ મૂકી છે. તેની સાથે હીરોઇન રશ્મિકા મંદાના અને સુધા પણ છે. અક્ષય કુમારે જણાવ્યું છે કે આ ફિલ્મ સપનાંની ક્ષમતા પર આધારિત છે. લોકો તેના માટે યોગ્ય ટાઇટલ સૂચવી શકે છે. જોકે, લોકોએ વધુ એક રિમેક માટે અક્ષયની ખબર લઈ નાખી છે. અનેક લોકોએ જણાવ્યું છે કે તેમણે મૂળ ફિલ્મ ઓનલાઈન જોઈ નાખી છે અને હવે તેની ફાલતુ રિમેક જોવામાં તેમને કોઈ રસ નથી.

Related posts

કેટ-વિકીને મળી જાનથી મારી નાખવાની ધમકી! પોલીસે નોંધી FIR

Mukhya Samachar

kaali ફિલ્મને લઇને વિવાદ વકર્યો: ધાર્મિક ભાવનાઓ દુભાવવા માટે દિલ્હી-UPમાં FIR દાખલ થઇ

Mukhya Samachar

ACPના રોલમાં સુનીલ શેટ્ટીએ બતાવ્યો એક્શન પાવર, અમેઝોન મિની ટીવી પર રિલીઝ થશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy