Mukhya Samachar
Gujarat

સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર થયો હુમલો

PASS convener Alpesh Kathiria attacked in Surat

સુરતમાં મેહુલ બોધરા પર જીવલેણ હુમલા કેસના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં વધુ એક હુમલાની ઘટના ઘટી છે. સુરતમાં પાસ કન્વિનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરવામાં આવ્યો છે.

PASS convener Alpesh Kathiria attacked in Surat

પ્રાથમિક વિગત અનુસાર કાપોદરા વિસ્તારમાં પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાને વાહન અથડાવવા બાબતે રકઝક થઈ હતી. જે બાદ તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાને માર પણ મારવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત હાલતમાં કથીરિયાને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. વીડીયોમાં અલ્પેશ કથીરિયા પણ ધોકું લઈને જોવા મળ્યા હતા. રસ્તા વચ્ચે માથાકૂટ થતાં ટ્રાફિક જામ સર્જાયા હતા.

અલ્પેશ કથીરિયાને માર મારતા કોપાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક ઘટના અંગે તપાસ આદરી દીધી છે. અલ્પેશ કથીરિયા પર હુમલાના સમાચાર મળતા સમાજ બંધુઓ તેમજ સમર્થકો હોસ્પિટલ એકઠા થવા લાગ્યા છે.

Related posts

ST નિગમના કર્મચારીઓ સરકાર વિરુદ્ધ મોરચો માંડશે! પ્રશ્નોનું નિરાકરણ માટે અપાઈ આ ચીમકી

Mukhya Samachar

 કે.ડી પરવાડીયા હોસ્પિટલનું  PM મોદીનાં હસ્તકે થયું લોકાર્પણ

Mukhya Samachar

T-20 મેચ દરમિયાન રાજકોટ-જામનગર હાઇવે પર આપવામાં આવશે ડાયવર્ઝન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy