Mukhya Samachar
Gujarat

યાત્રી ગણ કૃપ્યા ધ્યાન દે…. અમદાવાદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટ થઈ મોંઘી

PLATFORM TICKT
  • અમદાવાદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટ થઈ મોંઘી
  • કોરોના કેસ વધતા ટ્રાફિક ઘટાડવા લેવાયો નિર્ણય
  • પ્લેટફોર્મ ટિકિટના 10ના બદલે 30 રૂપિયા કરાયા

કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવેથી તમે રેલવે પ્લેટફોર્મ પર જાવ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે પ્લેટફોર્મ ટિકિટ લેવા માટે હવે 10ને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે અગાઉ વડોદરામાં ભાવવધારો કરાયો હતો.  અમદાવાદમાં રેલવે પ્લેટફોર્મની ટિકિટની કિંમતમાં વધારો થતાં હવે ટીકીટ લેવા 10ને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. કોરોનાના કેસ વધતા લોકોની ભીડ ભેગી ન થાય તેના માટે રેલવે તંત્રએ આ નિર્ણય લીધો છે.

PLATFORM TICIKT RATE
Passengers please pay attention …. Ahmedabad railway station platform tickets have become expensive

કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરાશે તેવું જાણવા મળી રહ્યું છે. પશ્ચિમ રેલવેમાં ગુજરાતના અમદાવાદ મંડળે મુખ્ય સ્ટેશનો પરના પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે રેલવે સ્ટેશનો પર બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના હેતુથી 18 જાન્યુઆરીથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભૂજ, મણીનગર અને સાબરમતી સ્ટેશનો પર કામચલાઉ રીતે પ્લેટફોર્મ ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે. રેલવે ઑથોરિટી દ્વારા મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે, પ્લેટફોર્મ અને સ્ટેશનો તથા ટ્રેનોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરે.

Related posts

24 કલાકમાં બે વખત ગુજરાતના કચ્છમાં ધરતી ધ્રૂજી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આટલી નોંધાઈ

Mukhya Samachar

ગુજરાતમાં વધુ એક તક્ષશિલા વાળી થતાં અટકી! ફોનિક્સ સ્કૂલમાં આગથી નાસભાગ મચી; 450 વિદ્યાર્થીઓનું કરાયું રેસક્યું

Mukhya Samachar

વલસાડમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો! ગુજરાતના આ વિસ્તારમાં આજે મેઘરાજા કરશે તાંડવ!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy