Mukhya Samachar
Gujarat

ગુજરાત સ્થાપના દિનની ઉજવણીને લઈ પાટણ ઝળહળી ઉઠ્યું: શહેર ભરમાં ઉજવણીને લઈ ઉત્સાહ ભર્યો માહોલ

Patan lit up with Gujarat Foundation Day celebrations: Enthusiastic atmosphere across the city
  • પાટણમાં ઉજવાશે ગુજરાત સ્થાપના દિન
  • પાટણ શહેરને શણગારાયું
  • નવોઢાની જેમ સજાવાયું શહેર

Patan lit up with Gujarat Foundation Day celebrations: Enthusiastic atmosphere across the city

1 મે એટ્લે ગુજરાતનો સ્થાપના દિવસ, સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિવસની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી 1મે ના રોજ મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિ માં ગુજરાતનો રાજ્ય કક્ષાનો 62 મો સ્થાપના દિવસ પાટણ શહેરમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે પાટણ શહેર આજે રંગબેરંગી લાઇટિંગોથી ઝળહળી ઉઠ્યું છે પાટણમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણના મુખ્ય રસ્તાઓ પર રોશની કરવામાં આવી છે. પાટણની સરકારી કચેરીઓ રંગબેરંગી લાઇટથી સુશોભિત કરવામાં આવી છે.

Patan lit up with Gujarat Foundation Day celebrations: Enthusiastic atmosphere across the city

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઊજવણી થવા જઈ રહી છે જેને લઈ પાટણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. યુનિવર્સીટી, પાટણ કલેકટર કચેરી, સર્કિટ હાઉસ, જીલ્લા પંચાયત, સહિતની તમામ કચેરીઓને કલરફુલ લાઇટોથી શણગારવામાં આવી છે.ત્યારે પાટણમાં આ પ્રકારની તૈયારીઓ જોતા શહેરીજનો ખાસ આ રોશની જોવા ઉમટી પડ્યા હતા.

Patan lit up with Gujarat Foundation Day celebrations: Enthusiastic atmosphere across the city

કલેકટર કચેરી ખાતે પણ મોડી રાત સુધી કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી પણ પોતાની કચેરી ખાતે હાજર રહે છે અને શહેરીજનો સાથે સેલ્ફી પડાવી લોકોને એક કૉમન મેનનો અહેસાસ કરાવે છે . શહેરી જનોએ પણ રંગબેરંગી લાઇટિંગ નિહાળી લોકોએ  પોતાની ખુશી  વ્યક્ત કરી હતી.. સ્થાપના દિવસની ઉજવણીમાં કોઈ કચાસ બાકી ન રહી જાય તેવી રીતે તંત્ર કામ કરી રહ્યું છે.

Related posts

એક સપ્તાહ બાદ રાજકોટમાં ફરી 20 સ્થળો પર PGVCLના દરોડા

Mukhya Samachar

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Mukhya Samachar

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ: ગણતરી શરુ ભાજપ 134, કોંગ્રેસ 40 અને આપ 6 પર આગળ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy