Mukhya Samachar
Politics

વિધાનસભા ચૂંટણી પર ફોકસ કરતાં પટેલ અને પાટીલ

GUJRAT ELECTION
  • gujrat election
    Patel and Patil focus on assembly elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. જૂની સરકાર બદલાઈ અને નવી સરકારને ચારેક મહિના જેટલો સમય થયો છે. હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે સાંજે મંત્રીઓની તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરવાનું જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક માટેનો આદેશ બુધવારે બપોરે જ આપવામાં આવ્યો હતો અને દરેક મંત્રીને પોતાના વિભાગના અત્યાર સુધીના થયેલાં કામો અને નજીકના ભવિષ્યમાં જે કાર્યો થઇ શકે તેની બ્લૂપ્રિન્ટ લઇને આવવા જણાવાયું હતું. આ દરમિયાન પાટીલે કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે લાંબો સમય છે તેવા વિચારમાં રહેવાને બદલે ઝડપથી તમામ કામો પૂર્ણ કરો. આ બેઠક આમ તો મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જ યોજાઇ હતી, પરંતુ મુખ્યમંત્રી કરતાં વધુ સંબોધન પાટીલે જ કર્યું હતું. જો કે પાટીલ મંત્રીમંડળના કોઇપણ સભ્યના કામથી અસંતુષ્ટ હોય તેવું લાગ્યું નહોતું.

gujrat election
Patel and Patil focus on assembly elections

સૂત્રોએ જણાવ્યું કે પક્ષ પ્રમુખે જે વાત કરી તેમાં એ રણકો હતો કે હજુ સુધી નવી સરકારની કામગીરીને લઇને લોકોમાં જોઇએ તેવી છાપ ઉપસી નથી. હવેના સમયમાં દરેક મંત્રીએ આ દિશામાં ઝડપથી કામ કરવું જોઈશે. હવે આ મીટિંગ બાદ ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર પ્રજાલક્ષી કાર્યો અને યોજનાઓની જાહેરાતો કરશે. આ ઉપરાંત ખૂબ લોકપ્રિય એવું બજેટ રજૂ કરીને તેના થકી જ ચૂંટણીલક્ષી એજન્ડા તૈયાર થશે. સરકારને તેના રુટિન કામકાજમાંથી બહાર આવીને ફાસ્ટટ્રેક પર મોટી જાહેરાત કરવા માટે અને તે અનુસાર સરકારના અધિકારીઓને પણ ટાર્ગેટ આપવામાં આવશે.

Related posts

બિહારમાં નવાજૂનીના એંધાણ! ધારાસભ્યોને 72 કલાક સુધી પટનામાં જ રહેવાનું નિતિશ કુમારનું ફરમાન

Mukhya Samachar

કલાકાર બન્યા કમળના સાથી: ચૂંટણી પહેલા ગુજરાતી કલાકારો જોડાયા ભાજમાં

Mukhya Samachar

માયાવતીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પત્તા ખોલ્યા: આ ઉમેદવારને આપશે સમર્થન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy