Mukhya Samachar
Astro

મહામૃત્યુંજયના જાપ કરતાં પહેલાં આટલી બાબતોનું ખાસ રાખો ધ્યાન!

Pay special attention to such things before chanting Mahamrutyunjaya!
  • મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ

  • નિશ્ચિત સંખ્યામાં જાપ કરવા જોઈએ

  • મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરવું

Pay special attention to such things before chanting Mahamrutyunjaya!

મહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરવામાં આવે અને આ દૂધને પી જવામાં આવે તો યૌવનની સુરક્ષામાં પણ મદદ મળે છે. સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તેથી આ મંત્રનો યોગ્ય જાપ કરવો. નીચે આપેલી સ્થિતિમાં આ મંત્રનો જાપ કરી શકાય છે.

  • જ્યોતિષને અનુસાર જો જન્મ, ગોચર અને દશા, અંતર્દશા, સ્થુળદશા વગેરેમં વધારે પડતી પીડા થવાના યોગ છે.
  • કોઈ પણ મહારોગને લીધે કોઈ પીડીત હોય તો.
  • જમીન મિલ્કતમાં ભાગલા પડવાની શક્યતા હોય.
  • પ્લેગ જેવી મોટી બિમારીઓ વડે લોકો મરી રહ્યાં હોય.
  • રાજ્ય અને સંપત્તિ ગુમાવવાનો ભય હોય.
  • ધનની હાનિ થઈ રહી હોય.
  • રાજ્યનો ભય હોય.
  • મન ધાર્મિક કાર્યોથી વિમુક્ત થઈ ગયું હોય
  • રાષ્ટ્રનું વિભાજન થઈ ગયું હોય.
  • મનુષ્યોમાં અંદરો અંદર જોરદાર કલેષ પેદા થઈ રહ્યો હોય.
  • ત્રિદોષવશ રોગ થઈ રહ્યાં હોય.

Pay special attention to such things before chanting Mahamrutyunjaya!

મહામૃત્યુંજય જપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની પૂર્વક જાપ કરવા જોઈએ. જેથી આ મંત્ર નો સારો અને સંપૂર્ણ લાભ લઈ શકીએ છીએ.જાપ કરતીવેળાએ આટલી બાબતોનું ખાસ રાખો ધ્યાન :

  • જે કોઈ પણ મંત્રનો જાપ કરવાનો હોય તેનું ઉચ્ચારણ શુદ્ધતાની સાથે કરો.
  • એક નિશ્ચિત સંખ્યામાં જાપ કરો.
  • પહેલાં દિવસ કરતાં બીજા દિવસના મંત્રો ઓછા ન હોવા જોઈએ. તેનાથી વધારે જાપ કરો.
  • મંત્રનું ઉચ્ચારણ હોઠોથી બહાર ન આવવું જોઈએ.
  • જાપ કરતાં હોય તે વખતે ધુપ અને દિવો હંમેશા ચાલુ રહેવા જોઈએ.
  • રૂદ્રાક્ષની માળા પર જ જાપ કરો.
  • માળાને ગોમુખીમાં રાખો જ્યાર સુધી જપ પુર્ણ ન થાય ત્યાર સુધીમાળાને ગોમુખીમાંથી બહાર ન કાઢશો.
  • જાપ કરતી વખતે શીવજીની મૂર્તિ. ફોટો. શિવલીંગ કે મહામૃત્યુંજય યંત્ર પાસે રાખવું જરૂરી છે.
  • મહામૃત્યુંજયના બધા જ જપ આસન પર બેસીને કરો.
  • જપ કરતી વખતે દૂધમાં ભેળવેલ પાણી વડે શીવજીનો અભિષેક કરતાં રહો કે તેને શિવલીંગ પર ચઢાવતાં રહો.·
  • મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને કરો.
  • જે સ્થાન પર જાપ વગેરે જેવા શુભકાર્યો થતાં હોય ત્યાં બેસીને જ જાપ કરવા.
  • જાપ કરતી વખતે સંપુર્ણ ધ્યાન મંત્રમાં જ હોવું જોઈએ મનને આમ તેમ ભટકવા ન દેશો.
  • જાપ કરતી વખતે આળસ અને બગાસુ ન ખાવું.
  • નકામી વાતો ન કરવી.

 

Related posts

તમારી ઈચ્છા મુજબ ભગવાન કૃષ્ણની તસવીર લગાવો, તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Mukhya Samachar

સરકારી હોય કે ખાનગી, મનગમતી નોકરી મેળવવા કરો આ ઉપાયો, સફળતા જરૂર મળશે

Mukhya Samachar

પાનના એવા ઉપાયો જે રાખશે ખરાબ નજર થી દૂર અને નહીં થાય ધનની કમી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy