Mukhya Samachar
Cars

સેકન્ડ હેન્ડ CNG કાર લેતા પહેલા આ બાબતનું રાખો ખાસ ધ્યાન! નહિતર આવી શકે છે આવી સમસ્યા

Pay special attention to this before buying a second hand CNG car! Otherwise such a problem may occur
  • CNG કાર હોય તો રાખો આ ખાસ ધ્યાન
  • કંપની ફિટેડ સીએનજી કાર લેવાનો આગ્રહ રાખો
  • અલગથી  CNG કાર કરાવો તો ગુણવત્તા અવશ્ય જોવી

Pay special attention to this before buying a second hand CNG car! Otherwise such a problem may occur

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે લોકો હવે સીએનજી તરફ વળ્યા છે.  છેલ્લા ઘણા દિવસોથી સીએનજી કારની ડિમાંડમાં વધારો થયો છે. નવી ગાડી ખરીદનારા લોકો પણ સીએનજી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જે લોકોની કારમાં સીએનજી નથી તેવા લોકો પણ અલગથી સીએનજી કિટ ફીટ કરાવી રહ્યા છે. ક્યારે જો તમે પણ આવુ કર્યુ હોય તો ખાસ ધ્યાન રાખશો. કારણ કે સીએનજી કીટ અલગથી તમે ફીટ કરાવવી હાનિકારક છે.

 

ફેક્ટરી ફીટેડ CNG કાર ખરીદવી જ હિતાવહ

જો તમે પણ આજકાલ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ કે પછી સેકન્ડ હેન્ડ સીએનજી કાર ખરીદવાનું વિચારતા હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે.  પહેલુ કે તમારે કંપનીએ ફીટ કરેલી સીએનજી કાર ખરીદવી જોઇએ. કારણ કે આ કીટ એન્જિન સાથે સારી રીતે ટ્યૂન કરે છે જેથી એન્જિન સારુ રહે છે. અને કાર સારી માઇલેજ આપે છે.

Pay special attention to this before buying a second hand CNG car! Otherwise such a problem may occur

સમયાંતરે CNG કિટ ચેક કરતા રહો

જો તમે સેકન્ડ હેન્ડ સીએનજી કાર ખરીદી છે અથવા તમે પહેલાથી જ વપરાયેલી સીએનજી કારનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે સમયાંતરે સીએનજી
કીટ તપાસતા રહેવું જોઈએ. આમ કરવું એટલા માટે જરુરી છે કે ક્યાંયથી ગેસ લીક હોય કે પછી સિલિન્ડરની ગુણવત્તા સાથે ચેડા કરવામાં ન આવ્યા હોય.

 

આગ લાગવાની છે શક્યતા

તમને ખ્યાલ જ હશે આપણે કારમાં સીએનજી નંખાવીએ તો સીએનજી પંપ વાળા આપણને કારમાંથી બહાર ઉતરી જવાનું કહે છે. કારણ કે એવા ઘણા બનાવો બન્યા છે કે ગેસ  રિફ્યુઅલિંગ સમયે આગના બનાવો બને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કારની સીએનજી કિટમાં બ્લાસ્ટ થવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે.

Pay special attention to this before buying a second hand CNG car! Otherwise such a problem may occur

સિલિન્ડર ભરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

CNG કારમાં ગેસ ભરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ તમે સીએનજી સ્ટેશન પર ગેસ ભરવા જાવ ત્યારે કારમાંથી બહાર નીકળીને થોડા દૂર જતા રહો. ગેસ ભરાઇ રહ્યો હોય ત્યારે કારમાં બિલકુલ બેસો નહી. આ સિવાય જ્યારે પણ તમને તક મળે ત્યારે સીએનજી સિલિન્ડરને ચેક કરાવો. તેમાં કોઈ લીકેજ છે કે નહીં તેની ખાસ ચકાસણી કરો.  આ બધાની સાથે, એક વધુ મહત્વની બાબત એ છે કે તમે જ્યારે બહારથી સીએનજી  કીટ ફીટ કરાવી હોય તો સીએનજી કીટની ગુણવત્તાને ખાસ ધ્યાનમાં લેવી.

Related posts

2022માં આ કારોએ દિલો પર રાજ કર્યું, પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રિડ, ઇલેક્ટ્રીક બધું જ લિસ્ટમાં સામેલ

Mukhya Samachar

ગયા મહિને આ એસયુવીનું થયું છે સૌથી વધુ વેચાણ, જાણો ટોપ -10 માં કઈ એસયુવીનો થયો સમાવેશ

Mukhya Samachar

નવી Royal Enfield તમને 650cc પાવરફુલ એન્જિન સાથે કરશે દમદાર એન્ટ્રી, નામ હશે Interceptor Bear 650!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy