Mukhya Samachar
Food

સુકામેવાની છાલ અને સુધારવામાં નહિ લાગે વધુ સમય તમે પણ નોંધીલો બહુ કામની છે આ ટ્રિક્સ

Peeling and repairing dried fruit does not take much time, you have also noticed that these tricks are very useful

શિયાળામાં આપણે એવી વસ્તુઓનું સેવન કરીએ છીએ, જેનાથી શરીરને ગરમાવો મળે છે. સૂકામેવા શરીરને ગરમાવો આપવાની સાથે-સાથે શરીરને મિનરલ્સ અને ફાઈબર પણ પૂરાં પાડે છે. ક્યારેક આપણે તેને પલાળીને ખાઈએ છીએ, તો ક્યારેક સૂકામેવા સીધા જ ખાઈએ છીએ. ઘણા લોકો સૂકામેવામાંથી સ્વાદિષ્ટ વ્યંજનો પણ બનાવે છે.

જો તમે સૂકામેવામાંથી કોઈ વ્યંજન બનાવતા હોવ તો તેને છોલવામાં અને સમારવામાં બહુ સમય લાગે છે. બદામ, અખરોટ, મગફળી, નારિયેળ વગેરે નટ્સને છોલવામાં બહુ સમય લાગે છે અને થાક પણ લાગી જાય છે.

એટલે જ ઘણા લોકો તો સૂકામેવાને છોલ્યા વગર જ સીધા સમારી લે છે, પરંતુ હવે આમ કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમારા માટે લાવ્યા છીએ સૂકામેવા ફટાફટ છોલવાની સરળ ટિપ્સ, જે તમારા માટે બહુ ઉપયોગી રહેશે.

Peeling and repairing dried fruit does not take much time, you have also noticed that these tricks are very useful

વેલણ રહેશે બહુ ઉપયોગી

જો તમને સીંગદાણા ફોલવામાં બહુ વધારે સમય લાગતો હોય તો, તમે વેલણનો ઉપયોગ કરી શકો છો. કહેવાય છે કે, વેલણથી સીંગદાણાનાં ફોતરાં અને અખરોટનાં શેલ સરળતાથી છોલી શકાય છે. વેલણની મદદથી માત્ર અખરોટ જ નહીં નારિયેળને પણ સરળતાથી તોડી શકો છો. આ માટે પહેલાં તો સૂકામેવાને 2-3 મિનિટ સુધી ગેસ પર શેકો અને પછી તેના પર વેલણ મારો, તેની છાલ સરળતાથી નીકળી જશે.

ગરમ પાણીનો ઉપયોગ કરો

તમે સૂકામેવા છોલવા માટે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. આ ટિપ અપનાવવા માટે એક બાઉલમાં ગરમ પાણી લો. હવે તેમાં 3-4 કલાક માટે બદામ જેવા સૂકામેવા પલાળી રાખો. ત્યારબાદ બાઉલને બે મિનિટ માટે ઓવનમાં બેક કરો. હવે હળવા હાથે તેને હાથથી મસળો અને છાલ ઉતારી દો. આમ કરવામાં વધારે સમય નહીં લાગે અને સરળતાથી સાફ થઈ જશે.

Peeling and repairing dried fruit does not take much time, you have also noticed that these tricks are very useful

છરી કે કટરનો ઉપયોગ કરો

સૂકામેવા છોલવા માટે તમે છરી કે કટરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે સામાન્ય છરીની જગ્યાએ ધારવાળી છરીનો ઉપયોગ કરવો જોઈએ, કારણકે સૂકામેવા બહુ નાના હોય છે અને તેનાથી તમારું કામ સરળ બનશે. છરીની અણીથી સૂકામેવાની છાલ ઉતારી લો.

સૂકામેવા સમારવાની હેક

સૂકામેવાને ચપ્પાથી સમારવાની જગ્યાએ મિક્સરમાં પીસીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. આમ કરવાથી તમારો સમય તો બચશે જ, સાથે-સાથે સૂકા મેવા ઝીણા પણ થઈ જશે. આ માટે તમારે ખાસ કઈં કરવું નહીં પડે, બસ સૂકામેવાની છાલ ઉતારી લો અને મિક્સરમાં પીસી લો. તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.

Related posts

બપોરના ભોજનમાં જાપાનીઝ સ્ટાઈલના ફ્રાઈડ રાઇસ બનાવો અને ખાઓ, નોંધી લો આ ટેસ્ટી રેસિપી

Mukhya Samachar

જાણો મરચાંના ઇન્ટરેસ્ટિંગ ફક્ટ્સ, જાનીને થઈ જશો આશ્ચર્યચકિત

Mukhya Samachar

મુઝફ્ફરનગરની ડ્રાય ફ્રૂટ્સ વાળી રાજ કચોરી, જોઈને જ થઇ જશે ખાવાનું મન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy