Mukhya Samachar
Astro

આ તારીખો પર જન્મેલા લોકોને માનવામાં આવે છે સૌથી નસીબદાર

people-born-on-these-dates-are-considered-the-luckiest

જ્યોતિષ વિદ્યાનું સૂક્ષ્મ ગણિત કહેતા અંકશાસ્ત્રના આધારે પણ લોકોના જીવનની ઘણી બધી બાબતોને જાણી શકાય છે. જ્યોતિષની જેમજ અંકશાસ્ત્ર કહેતાં જન્મ તારીખ ના આધારે પણ વ્યક્તિ વિશે ઘણું જાણી શકે છે. આજે આપણે એવા લોકો વિશે જાણવાનો પ્રયાસ કરીએ કે જેને અંકશાસ્ત્રમાં સૌથી નસીબદાર માનવામાં આવે છે. આ લોકો કોઈ પણ મહિનાની 7, 16 કે 25 તારીખે જન્મેલા લોકો છે. આ તારીખો પર જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હોય છે. આ લોકો મુક્તપણે જીવન જીવે છે અને તેઓ જે પ્રાપ્ત કરવા માગે છે તે બધું પ્રાપ્ત કરે છે. તેમને ખૂબ નસીબ મળે છે અને દરેક બાબતમાં સફળતા મળે છે.

people-born-on-these-dates-are-considered-the-luckiest

જીવનમાં કોઈની દખલગીરી પસંદ નથી

7 મૂલાંક ધરાવતા લોકોના જીવન પર કેતુ ગ્રહનો પ્રભાવ રહે છે કારણ કે પાપી ગ્રહ ગણાતા કેતુ ગ્રહનો મૂલાંક 7 માનવામાં આવે છે. આ કારણથી મૂલાંક 7ના જાતકોમાં કેતુ ગ્રહની અસર જોવા મળે છે. આ મૂલાંકના લોકો ક્યારેય કોઈની સામે ઝૂકવાનું પસંદ કરતા નથી. તેમને પોતાની રીતે કામ કરવું અને જીવવું ગમે છે. આ લોકોને તેમના જીવનમાં કોઈની દખલગીરી પસંદ નથી.

ખૂબજ માન સન્માન મેળવે છે જીવનમાં

7 મૂલાંક ધરાવતા લોકોને તેમના જીવનમાં ઘણું સન્માન મળે છે. આ લોકોને પૈસાની કોઈ કમી હોતી નથી. તેઓ ખૂબ જ સક્રિય છે અને તેમનો સમય બગાડવાનું પસંદ કરતા નથી. આ લોકોની કલ્પના શક્તિ પણ સારી હોય છે. આ સાથે આ લોકોમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અંદાજ લગાવવાની ક્ષમતા પણ હોય છે. આ લોકોને સફળતા મેળવવા માટે વધારે સંઘર્ષ કરવો પડતો નથી અને સરળતાથી સફળતા મળે છે. આ લોકોમાં એક જ સમસ્યા હોય છે કે તેઓ કોઈ પણ વ્યક્તિ પર આસાનીથી ભરોસો- વિશ્વાસ કરે છે, જેના કારણે તેઓ ઘણી વખત છેતરપિંડીનો શિકાર બને છે. આ લોકો સમાજ સેવામાં પણ ઘણો સમય અને પૈસા ખર્ચે છે અને હંમેશા બીજાની મદદ કરે છે. તે પોતાના પરિવારના સભ્યોનું પણ ખૂબ ધ્યાન રાખે છે.

 

Related posts

ભોજન કરતી વખતે તમે પણ આ ભૂલતો નથી કરતાને? એક ભૂલથી ભોગવવું પડી શકે છે મોટું નુકસાન

Mukhya Samachar

ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યો છે! તો આટલી કાળજી રાખો

Mukhya Samachar

વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ અવતાર વિશે જાણો: આવી રીતે કરો તેમની પૂજા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy