Mukhya Samachar
Politics

PM મોદી થયા ભાવુક: ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઇ; મોદી થોડો સમય કંઈ બોલી પણ ન શક્યા

PM Modi became emotional: seeing the tears of the daughter of a blind father; Modi could not speak for a while
  • ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં
  • સંબોધન દરમ્યાન ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી ભાવુક થયા

આજે ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જો કે આ સમારોહમાં સંબોધન દરમ્યાન PM મોદી ભાવુક થયા હતાં. સંબોધન દરમ્યાન એક ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી થોડોક સમય સુધી તો કંઇ જ ન બોલી શક્યા.

PM Modi became emotional: seeing the tears of the daughter of a blind father; Modi could not speak for a while
આ કાર્યક્રમ દરમિયાન જુદી-જુદી યોજનાના લાભાર્થીઓએ PM મોદી માટે ખાસ વિશાળ રાખડી તૈયાર કરી હતી. આ બહેનો અને માતાઓએ પીએમ મોદીને ભાઈ અને દીકરા તરીકે તેમને આ રાખડી અર્પિત કરી હતી. તદુપરાંત વૃદ્ધ સહાય યોજનાથી લાભાન્વિત અયુબભાઈ ઈબ્રાહિમભાઈ પટેલ સાથે સીધો સંવાદ સાધતી વખતે પીએમ મોદી ભાવુક થયા હતા. જ્યારે તેઓએ સાંભળ્યું કે, અયુબભાઈની દીકરી પોતાના પિતાની આંખની બિમારી જોઈને ડૉક્ટર બનવા માંગે છે અને જરુરિયાતમંદ લોકોની સેવા કરવા ઇચ્છે છે ત્યારે બાપ-દીકરી અને ત્યાં ઉપસ્થિત અન્ય લોકો જ નહીં પરંતુ ખુદ PM મોદી પણ ભાવુક થઈ ગયા હતા.

PM Modi became emotional: seeing the tears of the daughter of a blind father; Modi could not speak for a while
આ અંગેનો VIDEO ખુદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ”ઉત્કર્ષ સમારોહ’ દરમ્યાન ગુજરાતમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓમાંના એક અયુબ પટેલ સાથે વાતચીત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પટેલની દીકરીના ડૉક્ટર બનવાના સપના વિશે સાંભળતા ભાવુક થઇ ગયા. પ્રધાનમંત્રીની આ જ બાબત દેશવાસીઓ પ્રત્યેની સંવેદનશીલતાને દર્શાવે છે.’
આ ઉત્કર્ષ સમારોહમાં PM મોદીએ સંબોધન દરમ્યાન જણાવ્યું કે, “હકદારને સંપૂર્ણ લાભ મળવો જોઈએ. ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે. હું જે પણ શિખ્યો છું તે બધું તમારી પાસેથી જ શિખ્યો છું.” આ સાથે તેઓએ જણાવ્યું કે, ‘દેશમાં અમારી સરકારને 8 વર્ષ પૂર્ણ થયા. ચાર યોજનાઓથી અનેક વિધવા બહેનોને લાભ મળ્યા છે.’

Related posts

રાજસ્થાન વિધાનસભામાં 2023-24નું બજેટ પસાર, ગેહલોતે 19 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી

Mukhya Samachar

જે.પી.નડ્ડા ગુજરાત પ્રવાસે: નડ્ડાએ ભવ્ય સ્વાગતને લઈ કહ્યું: સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે

Mukhya Samachar

મહારાષ્ટ્રમાં હવે આરપારની લડાઈ! ઠાકરે નહીં આપે રાજીનામું; પવાર સાથે મીટિંગ બાદ કર્યો નિર્ણય

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy