Mukhya Samachar
National

હોમ મિનિસ્ટર્સની બેઠકમાં પીએમ મોદીએ આપ્યો ખાસ મંત્ર! રાજ્યોને આપી કઈક આવી સૂચના

PM Modi gave a special mantra in the meeting of Home Ministers! Some such notice given to the States

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે કે શુક્રવારે હરિયાણાના સૂરજકુંડમાં આયોજીત તમામ રાજ્યોના ગૃહમંત્રીઓના બે દિવસીય સંમેલનને સંબોધન કર્યું હતું. ગૃહમંત્રીઓને દેશના વિકાસ માટે મંત્ર આપતા પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોને સારી પહેલ એક બીજા સાથે શેર કરીને શિખવાની જરુર છે. સ્ટેટ્સ હોમ મિનિસ્ટર્સની આ બેઠકને ચિંતન શિબિર નામ આપવામાં આવ્યું છે, જેમાં ગુરુવારે અહીં અમિત શાહે સંબોધન કર્યું, તો વળી આજે આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ વર્ચુઅલી સંબોધન કર્યું હતું.

પોતાના સંબોધનની શરુઆતમં પીએમ મોદીએ કહ્યું કે, આજ કાલ દેશમાં ઉત્સવનો માહોલ છે. ઓણમ, દશેરા, દુર્ગાપૂજા અને દિવાળી સહિત અનેક ઉત્સાવો શાંતિ અને સૌહાર્દની સાથે દેશવાસીઓ ઉજવી રહ્યા છે. હજૂ છઠ્ઠ પૂજા સહિત કેટલાય અન્ય તહેવારો પણ છે. અલગ અલગ પડકારોની વચ્ચે તહેવારોમાં દેશની એકતા સશક્ત થવી, આપની તૈયારીઓને દર્શાવે છે.

PM Modi gave a special mantra in the meeting of Home Ministers! Some such notice given to the States

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આગામી 25 વર્ષ અમૃત પેઢીના નિર્માણ માટે હશે. આ અમૃત પેઢી પંચ પ્રાણના સંકલ્પોને આત્મસાત કરીને બનાવામાં આવશે. આ પંચ પ્રાણોનું મહત્વ આપ સારી રીતે જાણો છો અને સમજો છો, આ એક વિરાટ સંકલ્પ છે, જેને ફક્તને ફક્ત સૌના પ્રયાસથી સિદ્ધ કરી શકાય છે.

  1. વિકસિત ભારતનું નિર્માણ
  2. ગુલામીના દરેક વિચારમાંથી મુક્તિ
  3. વિરાસત પર ગર્વ
  4. એકતા અને એકજૂટતા
  5. નાગરિક કર્તવ્ય

 

ગૃહમંત્રીઓના ચિંતન શિબિરને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે દેશનું સામર્થ્ય વધશે તો દેશનો દરેક નાગરિક, દરેક પરિવાર સામર્થ્ય બનશે, આ જ તો સુશાસન છે, જેનો લાભ દેશના દરેક રાજ્યના સમાજના અંતિમ હરોળમાં ઊભેલા વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. કાયદો અને વ્યવસ્થાના આખા તંત્રનું વિશ્વસનિય હોવું, જનતાની વચ્ચે તેમને પરસેપ્શન શું છે, તે અતિ મહત્વનો છે. તેમણે આગળ કહ્યું કે, એનડીઆરએફ માટે દેશવાસીઓના મનમાં કેટલું સન્માન છે, વિપત્તીના સમયમાં જેવું એનડીઆરએફ-એસડીઆરએફની ટીમ પહોંચે છે, તો લોકોને સંતોષ થવા લાગે છે કે હવે એક્સપર્ટની ટીમ પહોંચી ગઈ છે. હવે આ લોકો પોતાનું કામ કરી લેશે. જ્યારે ગુનાવાળી કોઈ જગ્યાએ પોલીસ પહોંચે તો, એ ભાવ આવે છે કે, સરકાર પહોંચી ગઈ છે. કોરોના કાળમાં પણ આપણે જોયું છે કે કેવી રીતે પોલીસની શાખ મજબૂત થઈ છે.

Related posts

કોરોના, મંકીપોક્ષ બાદ વધુ એક વાઇરસની એન્ટ્રી! કેરળમાં બે બાળકોમાં જોવા મળ્યા નવા વાઇરસના લક્ષણો

Mukhya Samachar

આજ થી G-20ની અધ્યક્ષતા સંભાળશે ભારત, વર્ષ દરમિયાન 55 સ્થાનો પર 200 બેઠકોનું થશે આયોજન

Mukhya Samachar

ભારતને મળી નવી મિસ ઈન્ડિયા; કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy