Mukhya Samachar
Gujarat

રાજકોટમાં ખુલ્લી જીપમાં સવાર થઈ PM મોદીનો ભવ્ય રોડ શો! લોકોએ વડાપ્રધાનનું કર્યું સ્વાગત

PM Modi's grand road show riding in an open jeep in Rajkot! People welcomed the Prime Minister

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂપિયા 4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂપિયા 2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. તેમજ અન્ય જીલ્લાના રૂપિયા 663 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. રાજકોટ એરપોર્ટથી સભા સ્થળ સુધી પીએમ મોદીનો મેગા રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં ખુલ્લી જીપમાં સવાર થઈ પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે.

રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ , આરએમસી બાઉન્ડ્રી(જામનગર રોડ) થી AIIMS સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ રૂપિયા336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે.

ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, GIDC (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ રૂપિયા5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

PM Modi's grand road show riding in an open jeep in Rajkot! People welcomed the Prime Minister

રાજકોટમાં રેલવે સહિત પંચાયત, સહકાર, સ્વાસ્થ્ય અને રોડને લગતા વિવિધ 649 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે. જેમાં રેલવેમાં રાજકોટ-જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ, મકાનસર ગતિ શક્તિ ટર્મિનલ, ગોંડલમાં ટેક્નોલોજી હબ સેન્ટર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડનો વિકાસ, ગોમતા-નિલખા-ભાદર ડેમ રોડ પહોળો કરવાની કામગીરી, લિલખા-દેવલા-સુલતાનપુર રોડને પહોળો કરવાની કામગીરી, રંગપર પાસે નદી પરના પુલનું પુન:નિર્માણ, રાજકોટમાં ચિલિંગ અને ઓટોમેશન ડેરી પ્લાન્ટનું વિસ્તરણ તેમજ વિસામણ અને ભરૂડીમાં 66 કેવી સબસ્ટેશનનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. મોરબીમાં મેડીકલ કોલેજ, મોરબી-હળવદ રોડ તથા મોરબી-જેતપર રોડને ચાર લેન કરવાની કામગીરી, નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ, સરકારી ક્વાર્ટર અને ઓફિસર્સ રહેણાકો તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર રેલવે ઓવરબ્રિજ નિર્માણની જાહેરાત કરવામાં આવશે.

રાજકોટના શાસ્ત્રી મેદાનમાં 19 થી 21 ઓક્ટોબર દરમિયાન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ યોજાશે. આ કોન્ક્લેવમાં વિશ્વભરના ટેક્નોલોજી પ્રદાતાઓ, અન્ય રાજ્યોના શહેરી વિકાસ મંત્રી, સચિવો તેમજ અધિકારીઓ ,કોન્ટ્રાક્ટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, આર્કિટેક્ટ, સ્થાનિક કારીગરો અને અન્ય પ્રોફેશનલ્સ સામેલ થશે. અહીં બાંધકામને લગતી ટેક્નોલોજી વિશેની માહિતી, તેના પ્રશ્નો અંગે ચર્ચા અને અન્ય બાબતો વિશે સંવાદ કરવામાં આવશે. સ્થાનિક લોકો પણ અહીં ટેક્નોલોજીને લગતું પ્રદર્શન નિહાળી શકશે.

Related posts

બનાસકાંઠામાં સ્ત્રી એ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુને કેનાલ માં ફેંકી દીધું!

Mukhya Samachar

સુરતમાં આજે પણ વરસાદને લઇ ઓરેન્જ એલર્ટ! આ જગ્યાએ ન જવા લોકોને તંત્રએ કરી અપીલ

Mukhya Samachar

ગુજરાતમાં કોરોના સૌથી વધુ સ્પીડમાં ફેલાઈ રહ્યો છે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy