Mukhya Samachar
Gujarat

બરવાળા લઠ્ઠાકાંડમાં પોલીસની કાર્યવાહી! 33 સામે ગુનો નોંધાયો’ 21મી કરાઇ ધરપકડ

police-action-in-barwala-lathtak-crime-registered-against-33-21st-arrested
  • રોજીદ ગામે ઝેરી કેમિકલ પીવાથી લોકોના મોત થયા છે
  • લઠ્ઠાકાંડને લઇ બરવાળામાં તપાસનો ધમાટ
  • બરવાળામાં SRPની ટૂકડી તૈનાત કરવામાં આવી

બરવાળા લઠ્ઠાકાંડમાં મંગળવાર સાંજે 7 વાગ્યા સુધીમાં 35થી વધુ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ગુજરાતના મોટા અધિકારીઑ તપાસમાં જોતરાયા છે. કાર્યવાહીનો ધમધમાટ વચ્ચે ધંધુકા, બરવાળા અને રાણપુરમાં મળીને 3 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બરવાળામાં નામજોગ 14 શખ્સો સામે ગુનો નોંધાયો છે જેમાંથી 7 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.રાણપુરમાં 11 સામે ગુનો દાખલ, 6 શખ્સો ઝડપાયા, ધંધુકામાં 8 શખ્સો સામે ગુનો દાખલ, તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આવતીકાલે આરોપીઓને અલગ અલગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

બરવાળા લઠ્ઠાકાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે બોટાદ SP કરણરાજસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહ્યું કે રોજીદ ગામે ઝેરી કેમિકલ પીવાથી લોકોના મોત થયા છે. જેમને અસર થઇ હતી તેમને હોસ્પિટલ શિફ્ટ કરવામા આવ્યા હતા. જુદા જુદા ગામમાં સર્ચને પણ લોકોને સારવાર અર્થે ખસેડી લેવામાં આવ્યા છે. રોજીદ ગામે ગજુબેન દારૂનું વેચાણ કરતા હતા. પિન્ટુ અને લાલાએ કેમિકલ આપ્યું હતું. જેમણે નભોઇના સંજય અને હરેશ પાસેથી કેમિકલ લીધુ હતુ. સંજયની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, રાજુ ઉર્ફે જયેશ પાસેથી નારોલ ફેક્ટરીમાંથી કેમિકલ લાવ્યો હતો. કેમિકલની માત્રા 600 લિટર હતી. 3 બુટલેગરોએ 200-200 લીટર કેમિકલ રાખ્યું હતું. પિન્ટુ, સંજય અને અજિત પાસેથી 140 લીટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે.50 લીટર કેમિકલ તેઓએ ફેંકી દીધુ હતું.

police-action-in-barwala-lathtak-crime-registered-against-33-21st-arrested

અમદાવાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ મામલે આકરૂ ગામના મૃતકનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. મૃતદેહની દફન વિધી કરવામાં આવી હતી પણ શા કારણે તેઓનું મોત થયું તે જાણવા હવે મૃતદેહને કાઢીને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે. કેમિકલ પીવાથી મોત થયું હોવાની શક્યતાને લઈ પોલીસ અને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બોટાદમાં કથિત લઠ્ઠાકાંડનો મામલે હવે એક નવી વાત સામે આવી છે. જે કેમિકલવાળું પાણી(દારૂ) પીવાથી લોકોના મોત થયા તે કેમિકલ ચોરીના CCTV સામે આવ્યા છે. વિગતો મુજબ પોલીસે આરોપી જયેશ ખાવડિયાને ઝડપી પાડ્યો છે. જે બાદમાં હવે તપાસ દરમ્યાન કેમિકલ ચોરીના CCTV સામે આવ્યા છે. જેમાં આરોપી જયેશ તેના મિત્ર ગોપાલ ભરવાડની રિક્ષા લઈને કેમિકલની ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે.

police-action-in-barwala-lathtak-crime-registered-against-33-21st-arrested

બોટાદમાં કથિત લઠ્ઠાકાંડમાં હવે કેમિકલ ચોરીના CCTV સામે આવ્યા છે. ચોરીનું કેમિકલ ભરેલી રીક્ષા CCTVમાં કેદ થઈ છે. જેમાં આરોપી જયેશ ખાવડિયાએ કેમિકલ ચોરી કર્યું હોવાનું ખૂલ્યું છે. વિગતો મુજબ જયેશે મિત્ર ગોપાલ ભરવાડની રીક્ષા લઇને કેમિકલની ચોરી કરી હતી. આ સાથે કેમિકલ ચોરી બાદ બોલેરો ગાડીમાં મુકીને નભોઇ ચોકડી મોકલ્યું હતું. આ તરફ નારોલથી કેમિકલ લઇ જતા રસ્તામાં પેટ્રોલપંપ પર CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ છે.

આ તરફ ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ ફરાર બુટલેગરની શોધખોળમાં લાગી ગઇ છે. 8 વૉન્ટેડ બુટલેગરોને શોધવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ATS અને ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમોએ બુટલેગરના નિવાસ સ્થાને પણ તપાસ કરી છે. મહત્વનું છે કે બુટલેગરે ઝેરી કેમિકલમાં પાણી નાખીને વેચાણ કર્યુ હતું. જેમાં અત્યાર સુધી 36 લોકોના મોત નીપજ્યા છે.

Related posts

સુરતમાં વર્ષ 2019માં સગીરા પર દુષ્કર્મ આચારનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારાઇ

Mukhya Samachar

ગુલ્લીબાજ શિક્ષકો સામે લાલઆંખ! 200 શિક્ષકોતો દોઢ માહિનામાં માત્ર 4 દિવસ જ રહ્યા હાજર

Mukhya Samachar

અમદાવાદની AGL કંપનીની 40 જગ્યાએ સતત બીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy