Mukhya Samachar
Gujarat

બટાટાના સ્ટાર્ચથી બનશે પ્લાસ્ટિક! પાટણ યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે બાયોપ્લાસ્ટિકનું સંશોધન: આ પ્લાસ્ટિક આઠ જ દિવસમાં નાશ પામશે

Potato starch will make plastic! Bioplastic research underway at Patan University: This plastic will be destroyed in eight days
  • બટાટાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવા સંશોધન હાથ ધરાયું
  • પ્રોજેક્ટ સફળ થયા બાદ પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ બનાવવાનું આયોજન
  • બાયો પ્લાસ્ટિક આઠ જ દિવસમાં નાશ પામતું હોવાનો દાવો

Potato starch will make plastic! Bioplastic research underway at Patan University: This plastic will be destroyed in eight days

21મી સદીમાં માનવજીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તો બીજી તરફ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે અનેક પડકારો પણ ઉભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. વિભાગ દ્વારા બટાટાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો પર્યાવરણની સાથે સાથે બટાટા પકવતા ખેડૂતોની જિંદગીમાં પણ મોટો બદલાવ આવશે. આ પ્રોજેકટનું સંશોધન અંદાજે 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી દેશ અને દુનિયા ચિંતિત છે.

Potato starch will make plastic! Bioplastic research underway at Patan University: This plastic will be destroyed in eight days

અત્યારે વરસે દહાડે 1 લાખ 50 હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે. વર્ષ 2050 સુધીમાં જે વધીને 761 મેટ્રFક ટન થવાનો અંદાજ છે. ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ઓછા ગ્રેડવાળા બાયોપ્લાસ્ટિક બનાવવા માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશન દ્વારા પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના ડો.આશીષ પટેલને રૂા.47 લાખનો રીસર્ચ પ્રોજેકટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી પર્યાવરણનું જતન અને તેની જાળવણી થશે.પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના ડો. આશિષ પટેલની આગેવાનીમાં બાયોપ્લાસ્ટિકનો પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. લેબોરેટરીમાં હાલ પર્યાવરણની જાળવણી થાય તે માટે બટાટાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવા સંશોધન કરવામાં આવી રહ્યું છે. આપણે હાલ જે પ્લાસ્ટિકનો વપરાશ કરી રહ્યા છીએ તેનો નાશ થવામાં સેંકડો વર્ષ લાગી જાય છે. જ્યારે બાયોપ્લાસ્ટિક અઠવાડિયામાં જ કુદરતી રીતે નાશ પામતું હોવાનો દાવો કરાયો છે.

Potato starch will make plastic! Bioplastic research underway at Patan University: This plastic will be destroyed in eight days

પાટણ યુનિવર્સિટીની રિસર્ચ લેબોરેટરીમાં ઇતિહાસમાં પ્રથમવાર બાયો પ્લાસ્ટીક બનાવવાનું સંશોધન કરવામાં આવી રહયું છે. પર્યાવરણ અને તેના જતનના નુકશાનને અટકાવવા બટાકાના સ્ટાર્ચમાંથી ઓછા ગ્રેડવાળા બાયો પ્લાસ્ટીક બનાવવામાં આવશે.
સમગ્ર ભારતમાં બટાકાનું હબ ગણાતા ડીસામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે જેને કારણે ખેડૂતોને પુરતા ભાવ પણ મળતા નથી. ત્યારે જો બટાકાના સ્ટાર્ચમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવામાં આવે તો ખેડૂતોને તેના પુરતા ભાવ પણ મળશે અને પર્યાવરણને પણ બચાવી શકાશે.પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગને મળેલા 47 લાખ રુપિયાના પ્રોજેકટમાં યુનિવર્સિટીના લોગા વાળી પ્રથમ પ્લાસ્ટીકની બેગ બનાવવામાં આવશે. આ ઉપરાંત આ બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ શોપીંગ બેગ, સ્પોર્ટસ બેગ, કેપ્સુલ, ઇન્જેકટ ટેબલ,કોસ્મેટિક પ્રોડકશન, કપડા સહિત અન્ય ચીજવસ્તુઓના ઉપયોગમાં પણ મહત્વનો ભાગ ભજવશે.

Related posts

ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ લહાણીની કરી જાહેરાત! જાણો શું કહ્યું?

Mukhya Samachar

કચ્છના લખપતમાં જળબંબાકાર! ધોધમાર 11 ઇંચ વરસાદ પડતા NDRF તૈનાત

Mukhya Samachar

ગીર સોમનાથ યાર્ડ મગફળીથી છલકાયુ! ખેડૂતોને 1400 રૂપિયા સુધીનો મળી રહ્યો છે ભાવ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy