Mukhya Samachar
Gujarat

તૈયારીઓ કરો શરૂ: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આ તારીખથી થશે શરૂ

board exams date
  • ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ કરાઇ જાહેર
  • તારીખ 28 માર્ચથી 12 એપ્રિલ વચ્ચે બોર્ડની પરીક્ષા યોજાશે
  • ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા લેવાશે
board exams declair
Preparations start: The standard 10 and 12 board exams will start from this date

ગુજરાતમાં કોરોનાનાં કેસો ઘટતા હવે રાજ્ય સરકાર દ્વારા મોટા ભાગે છૂટછાટ આપવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે હવે સ્કૂલો ને કોલેજો પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો નિર્ણય લેવાયો છે. એટલે કે રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. તારીખ 28 માર્ચથી 12 એપ્રિલ વચ્ચે બોર્ડની પરીક્ષા યોજાશે.

 board exams date
Preparations start: The standard 10 and 12 board exams will start from this date

આ વર્ષે ધોરણ 10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે. જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં આશરે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા બીજી માર્ચથી  લેવામાં આવનાર છે ત્યારે સ્કૂલોએ વિદ્યાર્થીઓની પરીક્ષાની હોલ ટીકિટ ઓનલાઈન ડાઉનલૉડ કરી તેમાં સહી સિક્કા કર્યા બાદ વિતરણ કરવાની રહેશે. ૧૨મી સુધી પ્રેક્ટિકલ પરીક્ષા ચાલશે.

board exams date
Preparations start: The standard 10 and 12 board exams will start from this date

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ કરાયેલા પરીક્ષાઓની તારીખો માટેના પરિપત્ર મુજબ બીજી માર્ચથી ધો.૧૨ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૃ થનાર છે. જે વિષયોમાં થીયરીકલ સાથે પ્રેક્ટિકલ પરીક્ષા પણ લેવાય છે તેવા વિષયોની બોર્ડ દ્વારા નક્કી કરાયેલા ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા લેવાશે અને બોર્ડે નક્કી કરેલા થીયરીની પરીક્ષાના સેન્ટરોમાં જ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. પરીક્ષાની હૉલ ટીકિટ પ્રેક્ટિકલ પરીક્ષાનું સેન્ટર દર્શાવવામા આવ્યું છે. બોર્ડના પરિપત્ર મુજબ સ્કૂલોએ હવે પરીક્ષાની હૉલ ટીકિટ ઓનલાઈન ડાઉનલોડ કરી લેવાની રહેશે અને તેમાં વિષય-માધ્યમની ચકાસણી કર્યા બાદ તેમાં વર્ગશિક્ષકની અને આચાર્યની સહી  અને સિક્કા કરાવી વિદ્યાર્થીને આપવાની રહેશે.

Related posts

જામનગરમાં ફરી પકડાયું ડ્રગ્સ! 10 કિલો MD ડ્રગ્સ સાથે 1 ની ધરપકડ

Mukhya Samachar

ગુજરાતમાં બંધ અતીક અહેમદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે તેને યુપી જેલ ન મોકલવામાં આવે

Mukhya Samachar

ગાંધીનગર શહેરના જૂના સચિવાલયના બિલ્ડીંગમાં લાગી આગ: કારણ અકબંધ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy