Mukhya Samachar
National

ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં પ્રધાનમંત્રીએ નોર્ડિક શિખર સંમેલનમાં લીધો ભાગ: જાણો  શું છે આ સમિટમાં 

Prime Minister attends Nordic Summit in Copenhagen, Denmark
  • કોપનહેગનમાં યોજાયું બીજું ભારત નોર્ડિક સમિટ
  • પ્રધાનમંત્રી મોદીએ લીધો ભાગ
  • પીએમ મોદીએ વારાફરતી તમામ નેતાઓ સાથે કરી મુલાકાત 

Prime Minister attends Nordic Summit in Copenhagen, Denmark

ડેન્માર્કના કોપનહેગનમાં ક્રિશ્ચિયનબોર્ગ પેલેસ ખાતે ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નોર્ડિક દેશોની સરકારોના વડાઓએ હાજરી આપી હતી. આ બીજી વખત છે જ્યારે ભારત નોર્ડિક સમિટનો ભાગ બન્યું છે.વિદેશ મંત્રાલય (એમઇએ) દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટ અનુસાર, ઉભરતી ટેકનોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, આર્કટિક સંશોધન જેવા ક્ષેત્રોમાં નોર્ડિક ક્ષેત્ર સાથે અમારા બહુઆયામી સહકારને પ્રોત્સાહન આપવું એ સમિટના મુખ્ય લક્ષ્યો છે. તે ભવિષ્ય માટે ભાગીદારી છે.સંમેલનની શરૂઆત પહેલા ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નેતાઓ એક સાથે દેખાયા હતા.

Prime Minister attends Nordic Summit in Copenhagen, Denmark

તેમણે એમ પણ લખ્યું છે કે 2018માં સ્ટોકહોમમાં ભારત અને નોર્ડિક દેશો આ પ્રકારની સમિટ દ્વારા પહેલીવાર એક મંચ પર એક સાથે આવ્યા હતા અને હવે 2021માં બીજી વાર આ સંમેલન યોજાયું હતું. નોર્ડિકમાં કુલ પાંચ દેશ છે જેમાં પાંચ ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન સામેલ છે. નોર્ડિકમાં સામેલ પાંચ દેશો સાથે ભારતની ભાગીદારી ખૂબ મહત્વની છે, તેનાથી ભારતને આગામી સમયમાં ક્લીન એનર્જી, ટેકનોલોજી સહિતના બીજા ઘણા મુદ્દે લાભ થશે. ઉભરતી ટેકનોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, આર્કટિક સંશોધન જેવા ક્ષેત્રોમાં નોર્ડિક ક્ષેત્ર સાથે ભારતની ભાગીદારી છે. પીએમ મોદી આઈસલેન્ડના પીએમ Katrin Jakobsdottirને મળ્યાં હતાં. બન્ને નેતાઓએ ટ્રેડ, એનર્જી અને ફિશરી સેક્ટર સંબંધિત ચર્ચા કરી હતી.

Related posts

ટોક્યોમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન મોદી: ભારતીય સમુદાયને લઈને કહી આ વાત

Mukhya Samachar

શિક્ષક બનવા માગતા યુવાનો માટે સારા સમાચાર! આ મહિનામાં યોજાશે CTET પરીક્ષા

Mukhya Samachar

દેશનું સૌથી મોટુ રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું! 106 કલાકથી બોરમાં ફસાયેલ રાહુલને સુરક્ષિત બહાર લવાયો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy