Mukhya Samachar
Politics

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે! આ કાર્યક્ર્મનું કરશે ઉદ્ઘાટન

Prime Minister Modi will visit Gujarat again! This program will be inaugurated

પીએમ મોદીનો ફરી ચૂંટણીના વર્ષમાં એકવાર ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. પીએમ મોદી 10 સપ્ટેમ્બરે અમદાવાદ આવી સાયન્સસિટી ખાતે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવોની બે દિવસ માટે યોજાનારી વિજ્ઞાન પરિષદનું ઉદ્દઘાટન કરશે. જેમાં તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો ભાગ લેશે. પીએમ મોદીના 11 સપ્ટેમ્બરના કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે.

Prime Minister Modi will visit Gujarat again! This program will be inaugurated

બુધવારે નવી દિલ્હીમાં આ સંદર્ભે કેન્દ્રિય મંત્રી જિતેન્દ્રસિંહે એક ઉચ્ચકક્ષાની બેઠક યોજી જાહેરાત કરી હતી. જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે કે રાજ્યનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ આ પરિષદના આયોજન માટે કેન્દ્રિય મંત્રાલયની સૂચના અનુસાર ફેસિલિટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે.

Prime Minister Modi will visit Gujarat again! This program will be inaugurated

લગભગ 150થી 200 જેટલા મહાનુભાવો આ પરિષદમાં શરીક થશે, તેમની વ્યવસ્થા રાજ્યના શિરે રહેશે. સાયન્સ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા બાયોટેક્નોલોજી, અર્થવ્યવસ્થા, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એટોમેટિક રિસર્સ જેવા 8થી 10 જેટલા જુદા જુદા કેન્દ્રીય વિભાગોના વડા અધિકારીઓ પણ આ બે દિવસની પરિષદમાં ભાગ લેશે. આ વિજ્ઞાન પરિષદ 10-11 સપ્ટેમ્બરના રોજ શનિ-રવિ દરમિયાન યોજાશે.

Related posts

કોંગ્રેસને લાગ્યો મોટો જટકો: કોંગ્રેસનાં આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Mukhya Samachar

AAPના આક્રમક અને ઉપવાસી મહેશ સવાણીની તબિયત લથડી

Mukhya Samachar

કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને રાહત! અરજી પર ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરી શકે સ્પીકર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy