Mukhya Samachar
Gujarat

સુરતમાં કરોડો રૂપિયાની પ્રતિબંધિત ઇ-સીગરેટ ઝડપાઇ

Prohibited e-cigarettes worth crores of rupees seized in Surat

સુરત બીઆરઆઇ વિભાગ તરફથી રાજ્યમાં એક મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ચાઇનાથી મુંબઈ ખાતે જતી સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ભારતમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ કરતા હોવાની વિગતોના આધારે પોલીસે દરોડાં કરી 20 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભારત સરકાર દ્વારા ઘણી બધી વસ્તુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ વસ્તુઓની બજારમાં ખૂબ જ માંગ હોવાને લઈને કેટલાક તત્વો આ વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર કરતા હોય છે. ભારતના ઇ સિગારેટ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યા બાદ આ સિગારેટની સૌથી વધુ માંગવાને લઈને અમુક અસામાજિક તત્વો આ જથ્થો ભારતમાં લાવીને વેચાણ કરતા હોય છે.

Prohibited e-cigarettes worth crores of rupees seized in Surat

સુરતમાં ડીઆરઆઈ વિભાગ દ્વારા ગુજરાતમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ડી.આર.આઈ વિભાગે સુરતમાંથી 20 કરોડની સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. સચિન હાઇવે પરથી ઝડપી પાડવામાં આવેલો જથ્થો એક ટેન્કરમાં આવતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ડી.આર.આઇ વિભાગ તરફથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

ઝડપી પાડવામાં આવેલો જથ્થો ચીનથી મુંબઈ ખાતે લઈ જવામાં આવતો હતો. ઇ સિગારેટ મોટો જથ્થો આવવાની વિગતોના આધારે ડીઆરઆઇ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ પ્રકારનો સૌથી મોટો જથ્થો ડીઆરઆઇ વિભાગ તરફથી ઝડપા પાડવામાં આવ્યો છે. આ જથ્થાઓ કોણે મંગાવ્યો હતો? જથ્થો કોને કોને સપ્લાય કરવાનો હતો? તે દિશામાં ડી.આર.આઇ વિભાગ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મોટા ખુલાસા થાય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ડીઆરઆઈ વિભાગ દ્વારા ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ઇ-સિગારેટને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

Related posts

અંતે વાઇબ્રન્ટ સમિટ પર પણ લાગ્યું કોરોના ગ્રહણ સમિટ મોકૂફ રખાઇ

Mukhya Samachar

દારૂના નશામાં યુવાન 100 ફૂંટ ઊંચા ટાવર પર ચડી એવું કર્યું કે આખું ગામ ભેગું થઈ ગયું!

Mukhya Samachar

શિક્ષક દિવસે જ ગુજરાતના શિક્ષકો વિરોધનો મોરચો માંડશે!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy