Mukhya Samachar
Gujarat

ગર્વની વાત! અંગ્રેજોના શહેરમાં ગુજરાતી મેયર: જાણો કોણ છે આ મેરી એન્ટોની

Proud! Gujarati mayor in the city of English: Find out who this Mary Antony is
  • વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા
  • રોયસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે
  • રોયસ્ટોનના મેયર બનનાર એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન

વડોદરાના પૂર્વ શિક્ષિકા UKના રોયસ્ટોન શહેરના મેયર બન્યા. મેરી એન્ટોની વડોદરાની રોઝરી સ્કૂલમાં 1995 થી 2007 સુધી શિક્ષિકા હતાં. 25 હજારની વસ્તી ધરાવતા રોયસ્ટોન ટાઉનમાં તેઓ મેયર તરીકે ચૂંટાઇને આવ્યાં. જણાવી દઇએ કે, રોયસ્ટોન ટાઉનમાં 44 ભારતીય કુટુંબો વસે છે. મેરી એન્ટોની સામુદાયિક સેવાના કારણે લોકોમાં ખૂબ લોકપ્રિય પણ છે. રોયસ્ટોનના મેયર બનનાર મેરી એન્ટોની પ્રથમ ભારતીય અને એશિયન છે.

Proud! Gujarati mayor in the city of English: Find out who this Mary Antony is

16 મેના રોજ મેયર તરીકેનો ચાર્જ તેઓએ લીધો

મેરી એન્ટોની રોયસ્ટોન ટાઉન પાર્ટી સાથે જોડાયેલાં છે. તે પાર્ટીએ પ્રથમ વાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. મેરી એન્ટોની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલાં છે અને વડીલો-બીમારોની સેવા કરે છે. તેમના પતિ ડો. રોબિન IPCL સાથે જોડાયેલા હતા. તેમને રિયા અને રિવ નામનાં બે સંતાનો છે.

વડોદરાનાં સંસ્મરણ વાગોળતાં તેઓ જણાવે છે કે, ‘વડોદરામાં ગરબાનું સંગીત મને ખૂબ ગમતું હોવાથી હું તેને જોવા જતી. વડોદરાના ડો. રોબિન સાથે લગ્ન કર્યા બાદ રોયસ્ટોનમાં જ અમે સ્થાયી થઇ ગયાં. આ શહેર ખૂબ જ હરિયાળુ છે અને વેપારનું પણ કેન્દ્ર હોવાથી આસપાસનાં ઘણાં ગામોના લોકો અહીં ખરીદી કરવા આવે છે. રોયસ્ટોન લંડનથી 50 કિમીના અંતરે આવેલું છે.’

 

Related posts

મોરબી દુર્ઘટના દિવંગતોને મુખ્યમંત્રીની હાજરીમાં અપાઈ શ્રદ્ધાંજલી

Mukhya Samachar

વડાપ્રધાન મોદીને ના મળી શકવા પર ધ્રુસકે રડી પડ્યો યુવક, પ્રધાનમંત્રી માટે લાવ્યો હતો ખાસ ભેટ

Mukhya Samachar

કોરોના સામે પાણી પેલા પાળ બાંધતી સરકાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy