Mukhya Samachar
National

પંજાબ આપના સીએમ ઉમેદવાર પર પથ્થરમારો

stone attack
  • પંજાબ આપના સીએમ ઉમેદવાર પર પથ્થરમારો
  • ભગવંત માનના કાફલા પર રોડ-શો દરમિયાન પથ્થરમારો
  • ર્દુઘટનામાં ભગવંત માનના માથામાં ઈજા પહોંચી
stone ayyeck
Punjab throws stones at your CM candidate

પંજાબના અમૃતસરમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનના કાફલા પર રોડ-શો દરમિયાન પથ્થરમારો કરાયો છે. આ ર્દુઘટનામાં ભગવંત માનના માથામાં ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જઈને સારવાર કરવામાં આવી હતી. કાફલા પર પથ્થરમારો અમૃતસરના અટારી વિસ્તારમાં કરાયો હતો. અહીં ભગવંત માન તેમની પાર્ટીના સ્થાનીક ઉમેદવાર સાથે રોડ-શો કરતા હતા. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે ભગવંત માન ગાડીનું સનરુફ ખોલીને ઉભા હતા અને લોકોનું અભિવાદન કરતા હતા. આ દરમિયાન જ કોઈએ તેમના પર પથ્થર માર્યો હતો. પથ્થર સીધો તેમના માથામાં વાગ્યો હતો.

stone atack
Punjab throws stones at your CM candidate

નોંધનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટમી માટે દરેક રાજકિય પાર્ટીઓએ તેમના પ્રયત્નો વધારી દીધા છે. પંજાબ એક માત્ર એવુ રાજ્ય છે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. પંજાબ વિધાનસભાનો કાર્યકાળ 27 માર્ચે ખતમ થઈ રહ્યો છે. કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ નંબર વન પાર્ટી બનવાનો ખૂબ પ્રયત્ન કરી રહી છે. બીજેપીએ કેપ્ટન અમરિંદર સિંહ અને સુખદેવ ઢીઢસાની પાર્ટીની સાથે ગઠબંધન કર્યું છે. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં 11માંથી 77 સીટ જીતીને સત્તામાં દસ વર્ષ પછી પાર્ટી સત્તામાં આવી છે. અકાળી દળ-બીજેપી માત્ર 18 સીટો જ મેળવી શકી હતી. આ વખતે અકાળી દળ અને બીજેપી અલગ થઈને ચૂંટણી લડી રહ્યા છે.

Related posts

પોલીસ વર્દીમાં ફિદાયીન હુમલો કરી શકે છે, રામ મંદિરની સુરક્ષાને છ સ્તરીય કરવામાં આવી

Mukhya Samachar

ઉતરખંડમાં મેઘતાંડવને પગલે પુલ પરથી સ્કૂલ બસ પાણીમાં તણાઈ ગઈ: સદનસીબે બાળકો હતા નહીં સવાર

Mukhya Samachar

હિમાચલ પ્રદેશમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! બસ ખીણમાં ખાબકતાં 16 મુસાફરોના મોત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy