Mukhya Samachar
Astro

પુણ્ય આપતું પર્વ: અખાત્રીજ પરના પંચમહાયોગનાં સર્વશ્રેષ્ઠ મુહૂર્ત અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો જાણો

Punya Apatu Parva: Learn the best moments of Panchmahayog on Akhatrij and the special things connected with it.
  • અખાત્રીજના દિવસે ઘરમાં જ ગંગાજળથી સ્નાન કરી  અને દાનનો સંકલ્પ લઇને દાન કરવું
  •  અખાત્રીજ કોઇપણ શુભકામની શરૂઆત માટે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે
  • આ દિવસે કરવામાં આવતા દાનથી અક્ષય પુણ્ય મળે છે અને ખરાબ સમય દૂર થાય છે

Punya Apatu Parva: Learn the best moments of Panchmahayog on Akhatrij and the special things connected with it.

મંગળવાર 3 મે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિ છે. જેને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર શોભન અને માતંગ યોગ હોવાથી દાનનું પુણ્યફળ અનેકગણું વધી જશે. આ દિવસે કરવામાં આવતું સ્નાન-દાન અને પૂજા-પાઠનું અક્ષય ફળ મળશે. આ સ્થિતિમાં કરવામાં આવતાં દાનથી રોગનાશ અને લાંબી ઉંમર મળે છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ બનવો શુભ રહેશે.અખાત્રીજે આવો પંચમહાયોગ આજ સુધી બન્યો નથી. આ દિવસે તિથિ અને નક્ષત્રનો સંયોગ 24 કલાક હોવાથી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડ માટે આખો દિવસ શુભ રહેશે. આ પર્વ વણજોયા મુહૂર્ત તરીકે ખૂબ જ ખાસ છે. આ દિવસે કરવામાં આવતાં શુભ કામમાં સફળતા મળે છે. તિથિ અને નક્ષત્રના શુભ સંયોગના કારણે આ પર્વ સ્નાન, દાન અને અન્ય પ્રકારના માંગલિક કાર્યો કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે અખાત્રીજે સૂર્ય, ચંદ્ર, શુક્ર ઉચ્ચ રાશિમાં અને ગુરુ, શનિ પોતાની જ રાશિમાં રહેશે. સાથે જ કેદાર, શુભ કર્તરી, ઉભયચરી, વિમલ અને સુમુખ નામના પાંચ રાજયોગ બનશે. આ દિવસે શોભન અને માતંગ નામના બે અન્ય શુભ યોગ રહેશે. 

Punya Apatu Parva: Learn the best moments of Panchmahayog on Akhatrij and the special things connected with it.

જેથી આ દિવસે કરવામાં આવતા કાર્યોથી સુખ અને સમૃદ્ધિ વધશે.જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે આવતા 100 વર્ષ સુધી આવો શુભ સંયોગ બનશે નહીં. અખાત્રીજે રોહિણી નક્ષત્રનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે આ વખતે બની રહ્યો છે.પ્રો. રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું કે જ્યોતિષ શાસ્ત્રમાં 12માંથી 11 મહિના યુગાદિ અને મન્વાદિ તિથિનો સંયોગ બને છે. જેને ગાણિતિક પક્ષમાં યુગના શરૂઆતની તિથિ તથા મનુઓના મન્વંતરની તિથિ કહેવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા છે કે જે સમયે યુગની શરૂઆત થઈ તેને યુગાદિ તિથિ કહેવાય છે. આ શુભ તિથિએ દાન કરવાનું વધારે મહત્ત્વ છે, એવામાં અખાત્રીજના દિવસે પોતાની કમાણીનો થોડો અંશ દાન કરવો જોઈએ. આ દિવસે 14 પ્રકારના દાન કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામા આવ્યું છે. આ દાન ગૌ, ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, અનાજ, ગોળ, ચાંદી, મીઠું, મધ, માટલું, તરબૂચ અને કન્યા છે. જો આમાંથી કોઇ દાન કરી શકો નહીં તો બધા જ પ્રકારના રસ અને ગરમીના દિવસોમાં ઉપયોગમાં આવતી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છે

અક્ષય તૃતીયા સાથે જોડાયેલી ખાસ વાતો
  • અક્ષય તૃતીયાએ તીર્થ અને પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન બાદ જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઇએ.
  • આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેના અવતારોની વિશેષ પૂજા કરવામાં આવે છે. પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે.
  • ભગવાનને ચણાની દાણ, મિશ્રી, કાકડી અને સત્તૂનો ભોગ ધરાવવાની પરંપરા છે. બ્રાહ્મણોને જવનું દાન કરવું જોઇએ. આ દિવસે પાણીથી ભરેલાં માટલા, ઘઉં, સત્તૂ અને જવનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.
  • આ દિવસે કરવામાં આવતાં દાન-પુણ્યથી મળતું ફળ અક્ષય હોય છે.
  • આ તિથિએ સોના-ચાંદી ખરીદવા શુભ મનાય છે. દેવતાઓની પ્રિય અને પવિત્ર ધાતુ હોવાથી આ દિવસે સોનાની ખરીદારીનું મહત્ત્વ વધારે છે.
  • સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત પણ આ તિથિથી થઇ છે એવી માન્યતા પ્રચલિત છે. ભગવાન પરશુરામનો અવતાર પણ આ દિવસે થયો છે. બદ્રીનાથના કપાટ પણ આ તિથિએ જ ખુલે છે.
  • અક્ષય તૃતીયાએ સૂર્ય અને ચંદ્ર પોત-પોતાની ઉચ્ચ રાશિમાં રહે છે, જેના કારણે આ તિથિએ મુહૂર્ત જોયા વિના જ લગ્ન કરી શકાય છે.

Related posts

નંદી ભગવાન શિવ સુધી પહોચાડે છે તમારી મનોકામના! પરંતુ ઈચ્છા વ્યક્ત કરતાં પહેલા રાખો આટલું ધ્યાન

Mukhya Samachar

આજે વસંતપંચમી: માં સરસ્વતીની કરવામાં આવે છે પુજા

Mukhya Samachar

તુલસીની માળા પહેરતી વખતે આ વાતોનું ધ્યાન ન રાખો તો થશે મોટું નુકસાન, જાણો નિયમો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy