Mukhya Samachar
National

પુતીનની એક જાહેરાતથી યુક્રેનના શહેરોની હાલત થઈ આવી: ભયાનક તસ્વીરો આવી સામે

War between Russia and Ukraine
  • રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત કરી દીધી છે
  • રશિયાએ યુક્રેનની 12 જગ્યાએ બ્લાસ્ટ કર્યા છે
  • યુક્રેનની રાજધાની કિવમાં 2 જગ્યાએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો
War between Russia and Ukraine
Putin’s announcement shocks Ukraine’s cities: Horrible pictures

રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત કરી દીધી છે. ગુરુવારે સવારે 9 વાગે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૈન્ય કાર્યવાહીની જાહેરાતની 5 મિનિટમાં જ યુક્રેનમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રશિયાએ યુક્રેનની 12 જગ્યાએ બ્લાસ્ટ કર્યા છે. કિવમાં 2 જગ્યાએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. બાકી જગ્યાઓની ચોક્કસ માહિતી મળી નથી.

War between Russia and Ukraine
Putin’s announcement shocks Ukraine’s cities: Horrible pictures

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અંતે યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી જ દીધી છે. પુતિને ગુરુવારે સવારે રશિયન ટેલિવિઝન પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે યુક્રેનમાં સ્પેશિયલ મિલિટરી ઓપરેશન શરૂ કરી રહ્યા છે, જેનો હેતુ ડેમિલિટરાઈઝેશનનો છે. અમારો હેતુ આખા યુક્રેન પર કબજો કરવાનો નથી. પુતિને નામ લીધા વગર અમેરિકા અને નાટોને પણ ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે અમારા ઓપરેશનમાં દખલીગીરી કરનારને ખરાબ પરિણામ ભોગવવાં પડશે.

War between Russia and Ukraine
Putin’s announcement shocks Ukraine’s cities: Horrible pictures

પુતિનના નિવેદનના પછી યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તાર ઓપૃર પાટનગર કિવમાં મોટા બ્લાસ્ટ થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ક્રમોતોસ્કમાં 2 બ્લાસ્ટ સંભળાયા છે. રશિયન સિપાહી ક્રિમિયાના રસ્તે યુક્રેનમાં ઘૂસ્યા છે. સીમા પર બે લાખથી વધારે રશિયન સૈનિકો તહેનાત છે. પુતિને આ જાહેરાત UNSCની બેઠક દરમિયાન જ કરી છે. આ બેઠક રશિયા-યુક્રેનના તણાવ વિશે ચાલતી હતી. હવે રશિયા પર કડક કાર્યવાહીનો નિર્ણય લઈ શકાય છે.

Related posts

બાગડોગરા એરપોર્ટ પર 16 જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, ગત દિવસે માર્ગ અકસ્માતમાં થયા હતા શહીદ

Mukhya Samachar

સમ્મેદ શિખર પર કેન્દ્રનો મોટો નિર્ણય, ઝારખંડ સરકારને ઇકો-ટૂરિઝમ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાની સૂચના

Mukhya Samachar

ઈન્દોરમાં રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ધમકીનો પત્ર મળતા પોલીસ થઈ દોડતી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy