Mukhya Samachar
Gujarat

રાજ્યના 48 કોચિંગ ક્લાસિસ પર GST વિભાગનો સપાટો

Raid of GST department on 48 coaching classes in the state
  • રાજ્યમાં એક સાથે 48 કોચિંગ ક્લાસિસ પર GST વિભાગના દરોડા
  • લાખો રૂપિયા ફી વસૂલી ચોપડે હિસાબ ન રાખતા હોવાની શંકાને આધારે દરોડા
  • વર્લ્ડ ઇનબોક્સ અને નોલેજ શેરિંગના 12 ક્લાસિસમાં GST વિભાગના દરોડા

રાજ્યમાં એક સાથે 48 કોચિંગ ક્લાસિસ પર GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ભાવનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત અને નવસારીના કોચિંગ ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા છે. સૌથી વધુ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના ક્લાસિસ પર સર્ચ કરવામાં આવ્યું છે.

 

આ સર્ચ GST વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ક્લાસિસ લાખો રૂપિયા ફી વસૂલી ચોપડે હિસાબ ન રાખતા હોવાની શંકાને આધારે દરોડા પાડવામાં આવ્યા છે. GST માં ઓછો ટેક્સ ભર્યો હોવાથી ક્લાસિસો ગત ઘણાં સમયથી રડારમાં હતાં. વર્લ્ડ ઇનબોક્સ અને નોલેજ શેરિંગના 12 ક્લાસિસમાં દરોડા પાડવામાં આવ્યા છે.

Raid of GST department on 48 coaching classes in the state

બીજી બાજુ સુરત-નવસારીના યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના પાંચ, સુરતના પાનવાલા ક્લાસિસના એક અને જરીવાલા ક્લાસિસના ત્રણ સ્થળો મળીને કુલ 9 સ્થળો પર GST વિભાગના અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી. જ્યારે વેબ સંકુલ પ્રા.લિ.ના ગાંધીનગર, અમદાવાદ, જામનગર, ભાવનગરના 6 સ્થળો તો ગાંધીનગરના વેબ સંકુલ કોમ્પ્યુટર ક્લાસિસ અને જીપીએસએસી ઓનલાઈન તથા જૂનાગઢના કોમ્પિટિટીવ કેરિયર પોઈન્ટ મળીને કુલ 13 જેટલાં કોચિંગ ક્લાસિસના સંચાલકોના 48 સ્થળોએ GST વિભાગે તવાઇ બોલાવી દીધી.

વર્લ્ડ ઈનબોકસ અને નોલેજ શેરિંગ પ્રા.લિ.ના ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ગોધરા, આણંદ, હિમ્મતનગર, સુરેન્દ્રનગર અને રાજકોટના 12 જેટલાં ક્લાસિસમાં દરોડા પાડવામાં આવ્યાં. જ્યારે વર્લ્ડ ઈનબોક્સ એડયુ પેપર પ્રા.લિ.ના ભાવનગર શહેરના બે, વર્લ્ડ ઈનબોક્સ એકેડમીના અમદાવાદ, રાજકોટ, ભાવનગર, હિંમતનગરના 4 સ્થળોને GST વિભાગ દ્વારા સકંજામાં લેવામાં આવ્યા. જ્યારે સ્વામી વિવેકાનંદ એકેડમી ગાંધીનગર તથા ભાવનગરના પાંચ સ્થળો, ગાંધીનગરની વિવેકાનંદ એકેડમીના ત્રણ તથા કિશોર ઈન્સ્ટિટ્યૂટના ચાર સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી.

Related posts

ચૂંટણી માટે ગુજરાત આવેલા IAS ઑફિસરને વાહવાહીની ઘેલછા ભારે પડી! ગુજરાત ચૂંટણીમાં જનરલ ઓબ્ઝર્વરના પદેથી હટાવાયા

Mukhya Samachar

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મોટી રાહત, 2017ની મહેસાણા રેલી કેસમાં નિર્દોષ

Mukhya Samachar

શું ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ? દેશમાં પંજાબ સહિત આ 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy