Mukhya Samachar
National

કોરોના કેસમાં ઉછાળો આવતા રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય: રેલ મુસાફરી દરમિયાન આ વાતનું રાખજો ખાસ ધ્યાન

Railway department takes big decision in Corona case: Pay special attention while traveling by rail
  • દેશમાં ફરી એક વાર કોરોનાના કેસો વધ્યા
  • કેસો વધતાં રેલ વિભાગે લીધો મોટો નિર્ણય
  • હવે માસ્ક વગર મુસાફરી કરી શકશો નહીં
Railway department takes big decision in Corona case: Pay special attention while traveling by rail
Patna: Migrants from Maharashtra arrived at Patna railway station to go to their native place,amid rise in Covid-19 cases across the country in Patna, Sunday, April 11,2021.(PTI Photo) (PTI04_11_2021_000014B)

રેલ મુસાફરીમાં કોરોના પ્રોટોકોલની ફરીથી વાપસી થઈ છે. કોરોના સંક્રમણ વધતા રેલ્વે મુસાફરોએ હવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક લગાવવું ફરજિયાત કરી દીધું છે. રેલ્વે બોર્ડના કાર્યકારી ડાયરેક્ટર નીરજ શર્માએ પોતાના તમામ ઝઓનના ચીફ કોમર્શિયલ મેનેજરને પત્ર લખીને બોર્ડના નિર્દેશથી વાકેફ કરાવ્યા હતા. પત્રમાં કહેવાયુ છે કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક લગાવવું ફરજિયાત છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામા આવે.
રેલ્વેએ કહ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડને લઈને એસઓપી 22 માર્ચમાં જાહેર કરવામા આવી હતી, તેનું પાલન કરવામાં આવે. એટલુ જ નહીં જો મુસાફર માસ્ક વગર મુસાફરી કરતા જોવા મળશે, આ મુસાફરો પર દંડ ફટકારવામાં આવશે. લોકોને માસ્ક લગાવી રાખવા કહેવામાં આવ્યું છે.

Railway department takes big decision in Corona case: Pay special attention while traveling by railરેલ્વે બોર્ડે તમામ ટ્રેન અને સ્ટેશન પરિસરમાં મુસાફરોને માસ્ક લગાવાનું ફરજિયાત કર્યું છે.
આપને જણાવી દઈએ કે, કોરોનાના કેસો ઓછા થયા બાદ રેલ્વેએ માસ્કની અનિવાર્યતા હટાવી દીધી હતી. જે બાદ રેલ્વેમાં મુસાફરો માસ્ક વગર જઈ શકતા હતા. તો વળી માસ્ક ઉપરાંત રેલ્વેમાં પહેલાની માફક પેન્ટ્રી અને બેડિંગ આપવાનો પણ નિર્ણય લીધો હતો. જો કે, દેશમાં હવે કોરોના ફરીથી વધી રહ્યો છે, ત્યારે ફરી એક વાર કોવિડ પ્રોટોકોલ વધી રહ્યા છે. આ જ ક્રમમાં માસ્ક પહેરીને મુસાફરી કરવાનું ફરજિયાત કર્યું છે.

 

Related posts

અન્ના હજારે ફરી ઉતરશે ભૂખ હડતાળ પર

Mukhya Samachar

લાલુની મુસીબત વધી: યાદવના 15 જેટલા ઠેકાણા પર CBIના દરોડા

Mukhya Samachar

મણિપુરમાં આર્મી કેમ્પ નજીક ભૂસ્ખલન થતાં 50થી વધુ જવાનો દટાયાની આશંકા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy