Mukhya Samachar
National

આસામમાં પુરના પાણીમાં રેલ્વે ટ્રેક તણાયા! જાણો કેવી છે સ્થિતી

Railway tracks stretched in flood waters in Assam Find out how the situation is

આસામમાં સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે પુર અને ભૂસ્ખલનથી સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે.

  • આસામમાં પુરના કારણે જનજીવન ઠપ્પ
  • કેટલાય જિલ્લામાં પુરથી લોકો થયા પ્રભાવિત 
  • રાહત અને બચાવ કાર્ય હજૂ પણ ચાલું

આસામમાં સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે પુર અને ભૂસ્ખલનથી સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. રાજ્યમાં લગભગ 20 જિલ્લામાં 1.97 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આસામ અને પાડોશી રાજ્યો મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે અને કોપિલી નદીમાં પાણી ખતરાના નિશાનથી ઉપર જઈ રહ્યું છે.

Railway tracks stretched in flood waters in Assam Find out how the situation is

આસામમાં ભારે વરસાદના અને ભૂસ્ખલનના કારણે દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે. પુરના પાણથી રેલ્વેના પાટા પલ્ટાઈ ગયા.આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર એકલા કછાલમાં 51,357 લોકો પ્રભાવિત થયા છે. વર્ષનો પ્રથમ વરસાદ હોવાના કારણે 46 તાલુકાના 652 ગામડા પ્રભાવિત થયા છે અને પુરના પાણીથી 16,645.6 હેક્ટર પાક બરબાદ થઈ ગયો છે.

Railway tracks stretched in flood waters in Assam Find out how the situation is

પુરથી પ્રભાવિત વિસ્તારોમાં મદદ માટે સરકારે ભારતીય સેના, અર્ધ સૈનિક દળ, ફાયર અને ઈમરજન્સી સેવાઓ, એસડીઆરએફ, નાગરિક પ્રાશાસન અને પ્રશિક્ષિત લોકોને રેસ્ક્યૂ માટે તૈનાત કર્યા છે. લોકોને પુરથી પ્રભાવિત વિસ્તારમાંથી કાઢીને રાહત કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે.

 

Related posts

સંગીત ક્ષેત્રે વધુ એક ખોટ: ખ્યાતનામ સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું નિધન

Mukhya Samachar

તવાંગ સંઘર્ષ પહેલા ચીને ઘણી વખત કર્યું એરસ્પેસનું ઉલ્લંઘન , ભારતે તૈનાત કર્યા ફાઈટર જેટ

Mukhya Samachar

આંધ્રપ્રદેશના સીએમ જગન રેડ્ડીએ નાણામંત્રીને મળ્યા, બાકી ચૂકવણીની માંગ કરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy