Mukhya Samachar
Gujarat

અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ: ભારે પવન ફૂકાતા છતના પતરાઑ ઊડ્યાં

Rain with hail in the rural area of ​​Amreli: The roof was blown away by strong winds
  • અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
  • રસ્તાઓ પર વરસાદના પાણી વહેતા થયા
  • કમોસમી વરસાદના કારણે ગરમીમાં તો રાહત મળી પણ ખેડૂતોની ચિંતા વધી

Rain with hail in the rural area of ​​Amreli: The roof was blown away by strong winds

રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીના યલો એલર્ટ જાહેર થઈ રહ્યા છે. તેની વચ્ચે અમરેલી જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ ધરતીપુત્રોની ચિંતા વધી છે. અમરેલી જિલ્લામાં હાલ સરરેશા 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. આજે પણ બપોર સુધી લોકોએ આકરી ગરમીનો સામનો કર્યો હતો. ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. થોડીવારમાં જ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા.

Rain with hail in the rural area of ​​Amreli: The roof was blown away by strong winds

અમરેલી સાવરકુંડલા અને ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના થોરડી,ઘનશ્યામ નગર,આદસંગ સહિત આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.ભારે પવનના કારણે કેટલાક મકાનોના નળિયા પણ ઉડ્યા હતા. ખાંભા પંથકમા પણ ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. અહીં ભાણીયા,નાનુડી,પીપળવા, સહિત આસપાસના ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જ્યારે રાજુલાના મોટા આગરિયા,ધુડિયા આગરિયા,નવા આગરિયા સહિત ગામડામાં વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસેલા કરમોસમી વરસાદના કારણે આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોએ થોડીવાર રાહત અનુભવી હતી. તો બીજી તરફ જિલ્લામાં કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.

Related posts

ચિંતામાં થયો વધારો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1259 કેસ નોંધાયા

Mukhya Samachar

રથયાત્રા દરમિયાન શાહપુરમાં કેબિન તૂટતાં બાળક સહિત 20 લોકો નીચે પટકાયા

Mukhya Samachar

શતાબ્દિ એક્સપ્રેસ હવે અમદાવાદથી ઉપડશે! આવતીકાલથી લાગુ થશે નવો નિયમ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy