-
રાજકોટનેે પાણી પુરું પડાય એટલું ઈન્ફાસ્ટ્રક્ચર કોર્પોરેશન પાસે ન હોવાથી ધાંધિયા કાયમી
-
ડેમ ભરેલા પરંતુ જરૂરિયાત મુજબ ફિલ્ટર નહીં થતા ઓછા ફોર્સથી વિતરણ કરવા તંત્ર મજબૂર
-
ફીલ્ટર પ્લાન્ટની ઘટ હોવાથી દરરોજ 2.5 કરોડ લીટર પાણી ફિલ્ટર થતુ નથી
રાજકોટ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી આવવાની આખું વર્ષ ફરિયાદો ઉઠતી હોય છે. જેની પાછળ જૂની લાઈનો તુટી જવાથી તેમજ ડાયરેક્ટ પંમ્પિંગ સહિતના અન્ય કારણો તંત્ર દ્વારા આગળ ધરી દેવાતા હોય છે. પરંતુ સ્થાનિક જળાશયોમાં પૂરતુ પાણી હોવા છતા ઉપરોક્ત કારણો સિવાય સૌથી મોટુ કારણ કોર્પોરેશન પાસે ફીલ્ટર પ્લાન્ટની ઘટ હોવાથી દરરોજ 2.5 કરોડ લીટર પાણી ફિલ્ટર થતુ નથી પરિણામે અમુક ચોક્કસ વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી આપવા તંત્રએ મજબુત બનવું પડી રહ્યું છે.તેવું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહથી પાણીચોરી રોકવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઓછા ફોર્સથી પાણી આવતું હોય તેવા વિસ્તારોમાં ખાસ ડાયરેક્ટ પંમ્પિંગના કિસ્સા ઝડપવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે લાઈન લોસ અનેપાણીનો બગાડ કેટલો થાય છે. તેનો પણ હિસાબ રાખવામાં આવી રહ્યો છે. છતા ઓછા ફોર્સથીપાણી આવવાનું મુખ્ય કારણ રાજકોટ શહેરને દરરોજ 35 કરોડ લિટર પાણીની જરૂરીયાત સામે 32.5 કરોડની ક્ષમતામાં પાણી ફિલ્ટર થઈ રહ્યું છે.
પરિણામે દરરોજ 2.5 કરોડ લીટરની ઘટ સરભર કરવા ઓછા ફોર્સથી પાણી આપવામાં આવી રહ્યું છે. તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેર દરરોજ 350 એમએલડી પાણીની જરૂરીયાત છે. જેની સામે દરરોજ 325 એમએલડી પાણી ફિલ્ટર થઈ રહ્યું છે. 25 એમએલડી પાણીની ઘટ દરરોજ ઉભી થઈ રહી છે. મહાનગરપાલિકા પાસે 30 કરોડ લીટર પાણી ફિલ્ટર થઈ શકે તેટલી ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ છે જે બદલ 24 કલાક ચાલુ રાખવામા આવતા હોવા છતા જેમાં 32.5 કરોડ લિટર પાણી ફિલ્ટર થાય છે.
આથી છતે પાણીએ લોકોને પાણીવગર રહેવું પડી રહ્યું છે. નવા ભળેલા વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે તો સરેરાશ વાર્ષિક છ ટકાનો માંગમાં વધારો જોવાઈ રહ્યો છે. આથી બે વર્ષ બાદ સંભવત 400 એમએલડી પાણીની જરૂરીયાત ઉભી થશે જેની સામે 370 થી 380 એમએલડી પાણી ફિલ્ટર થઈ શકશે.
શહેર માટે આટલુ પાણી ઉપાડાય છે
રાજકોટ શહેરને દરરોજ 360 એમએલડી પાણી પુરુપાડવા માટે આજીડેમમાંથી 125, ન્યારી ડેમમાંથી 60, ભાદર ડેમમાંથી 40, ન્યારા નર્મદા લાઈનમાંથી 70, અને બેડી નર્મદા પાઈપલાઈનમાંથી 55 એમએલડી પાણી સહિત દરરોજ 350 એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. જેની સામે 300ની ક્ષમતા વાળા ફિલ્ટર પ્લાન વાળા 325 એમએલડીની ક્ષમતાનું પાણી ફિલ્ટર થઈ રહ્યું છે. આથી આગામી દિવસોમાં વિતરણ વ્યવસ્થામાં વધુને વધુ ઘટ થશે તેવું લાગી રહ્યું છે.