Mukhya Samachar
Gujarat

કાલે અડધું રાજકોટ રહેશે પાણી વિહોણું: એક સાથે 10 વોર્ડમાં પાણીકાપ!

Half of Rajkot will be without water tomorrow: Water cut in 10 wards at once!
  • રાજકોટમાં એક સાથે 10 વોર્ડમાં પાણીકાપ
  • તા.1 જૂનના રોજ વોર્ડ નં.1,2,3,4,5,7,9,10 અને 14 અને 15 પાણીવિહોણા
  • વોર્ડ નં.10ની અડધી વસ્તી પાણી વિહોણી

રાજકોટ શહેરમાં ટેક્નીકલ કારણોસર મહાનગરપાલિકા આડેધડ પાણીકામ ઝીંકી રહ્યું છે. ગઈકાલે જાહેરાત કર્યા મુજબ બુધવારે 4 વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે. અને આજે ફરી વખત વધુ 6 વોર્ડમાં પાણીકાપ ઝીંકવાની જાહેરાત કરી છે. જેને પગલે આવતીકાલે અડધુ રાજકોટ તરસ્યું રહેશે. GWILની લાઈનમાંથી એઈમ્સને પાણી આપવા માટે જોડાણ કરવાનું હોય જેથી તા.1-6-2022ને બુધવારના રોજ પાણીનો જથ્થો ન મળવાથી શહેરના વોર્ડ નં.1,2,3,4,5,7,9,10 અને 14 અને 15માં પાણી વિતરણ બંધ રહેશે.

આવતીકાલે ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડીયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી.પાર્ક, લાખેશ્વર સોસા., લાલપરી મફતીયાપરા, માલધારી સોસા., માંન્છાનગર ખાડો, મનહર સોસા., મણીનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારૂૂતીનગર-1-2-3, મીરાપાર્ક, નારાયણ નગર, નરસિંહનગર, નવાગામ આવાસયોજના, નવાગામ શક્તિ સોસા. 56ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસા., ન્યુ શક્તિ સોસા., પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિ નગર, રામપાર્ક, રાધેપર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-1-2, રત્નદીપ સોસા., સદગુરુ રણછોડનગર, સંતકબીર સોસા., સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર પાણી વિતરણ બંધ રહેશે.

Half of Rajkot will be without water tomorrow: Water cut in 10 wards at once!

આવતીકાલે બુધવારે પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. તે વિસ્તારો પૈકી ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના મીરા પાર્ક 1,ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, ડી માર્ટ, વિઝન સ્કુલ,શાંતિ સદન કોમ્પ્લેક્ષ્,જય શક્તિ પાર્ક,વૃંદાવન પાર્ક 1,વૃંદાવન પાર્ક 2,વૃંદાવન પાર્ક 3,નરશી મેહતા આવાસ,ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ,મધુવન પાર્ક,પંચવટી પાર્ક,ગોકુલ ધામ રેસીડેન્સી, તુલસીપાર્ક, શીવધારા સોસાયટી,ગુરૂૂદેવ પાર્ક 1 તથા 2(50 ફુટ રોડ),લક્ષ્મણ પાર્ક,અંબિકા પાર્ક,શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ 1 તથા 2(કુવાડવા રોડ),એલ જી પાર્ક,ચિત્રકૂટ પાર્ક,સોમનાથ રીયલ તથા ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-1-2, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન પાર્કમાં પાણી વિતરણ બંધ રહેશે

 

Related posts

સુરત બાદ હવે જામનગરમાં કરોડો રૂપિયાની નકલી નોટો ઝડપાઇ

Mukhya Samachar

અંગેજીમાં પડે છે લોચા! કઈ વાંધો નહીં અહીથી તમે ગુજરાતીમાં પણ એંજિનિયરીગ કરી શકશો

Mukhya Samachar

વડોદરામાં ગમખ્વાર અકસ્માત! ટ્રકે છકડાને કચડતા બે બાળકો સહિત 10 ના મોત

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy