Mukhya Samachar
Gujarat

રાજકોટિયન ચેતજો! ભૂલથી પણ કોઇ ખોટા મેસેજ ફોરવર્ડ ન કરતાં, આ ટીમ રાખી રહી છે બાજ નજર

Rajkotians beware! This team is keeping a watchful eye, never accidentally forwarding any wrong message

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટમાં વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમા કરવા આદેશ કરાયો છે. આ સાથે જ શહેરમાં લાગેલા સરકારના પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવ્યાં છે.આ સાથે જ એરપોર્ટ પર પણ ટીમ એક્ટીવ કરી દેવામાં આવી છે. જેથી પોલીસની નજર હેઠળથી કોઈ બચી ન શકે.

રાજકોટમાં ચૂંટણીની આચારસંહિતાની અસર બજારમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. પોલીસ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવનારા પર બાજ નજર રાખવામાં આવી રહી છે.આચારસહિતા એટલે કે SOP મુજબ ચૂંટણી સેલની રચના કરવામાં આવી છે.સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

Rajkotians beware! This team is keeping a watchful eye, never accidentally forwarding any wrong message

ચૂંટણી આવે અને ચૂંટણી પુરી થાય ત્યાં સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સોશિયલ મીડિયામાં ખોટી ખબરો ન ફેલાઈ તે માટે સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ખાસ સેલની રચના કરવામાં આવી છે. જે તમામ ગતિવિધઓ પર બાજ નજર રાખી રહ્યાં છે. જેથી કોઈ ઘટના ન બને. આ ટીમ PSI સાથેની ટીમ છે. વોટ્સએપ સહિતના મેસેજ અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.આખી ટીમ શિફ્ટવાઈઝ કામ કરી રહી છે.ચૂંટણી ટીમની અલગ ટીમ છે, સોશિયલ મીડિયા માટેની અલગ ટીમ છે. બંને ટીમ પોતપોતાની રીતે કામ કરી રહી છે.

તમને જણાવી દયે કે રાજકોટમાં આચારસહિંતા લાગુ થાય તે પહેલા જ તંત્ર દ્વારા પેરામિલેટ્રી ફોર્સ ઉતારી દેવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.રાજ્યમાં આચારસંહિતા લાગુ પડતા જ માહોલ ઇલેક્શનમય બની ગયો છે પરંતુ આ દરમિયાન આવકવેરા વિભાગની 4 ટીમ એક્ટિવ થઈ જતા વેપારીઓએ રોકડની અવરજવર વખતે ખાસ તકેદારી જરૂરી રહેશે. પોલીસ દ્વારા બનાવવામાં આવેલી દરેક ટીમ કોઈ શંકાસ્પદ ગતિવિધિ હોય અને રકમ ઓછી હોય તો પણ તપાસ કરશે.મળતી માહિતી અનુસાર આચારસંહિતા લાગુ થતા જ રોકડની અવરજવરને લઈ ચૂંટણીપંચ એલર્ટ થઈ ગયું છે. કારણ કે આ દરમિયાન આવા બનાવો વધારે બને તેવી શક્યતા હોય છે.

 

 

Related posts

ઓવૈસી સુરત જતાં હતા ત્યારે ટ્રેન પર પથ્થરમારાની વાત ખોટી! રેલવેએ આપ્યો આ જવાબ

Mukhya Samachar

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! શિક્ષણ વિભાગે 21 દિવસનું દિવાળી વેકેસન કર્યું જાહેર

Mukhya Samachar

વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy