Mukhya Samachar
Sports

રણજી ક્રિકેટર સકિબુલ ગનીએ કઈક એવું કર્યું કે રચાયો ઇતિહાસ

Ranji cricketer Sakibul Gani
  • ડેબ્યુ મેચમાં જ ત્રેવડી સદી ફટકારી
  • 341 રન બનાવીને આઉટ થયો હતો
  • રણજી ક્રિકેટર સકિબુલ ગનીએ ઈતિહાસ રચી દીધો
Ranji cricketer Sakibul Gani
Ranji cricketer Sakibul Gani did something that made history

બિહારના રણજી ક્રિકેટર સકિબુલ ગનીએ ઈતિહાસ રચી દીધો છે. ગની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં ત્રેવડી સદી કરનાર પહેલો ક્રિકેટર બન્યો છે. ગનીએ મિઝોરમ સામે કોલકાતામાં રમાયેલી રણજી ટ્રોફીની મેચમાં 387 બોલનો સામનો કરીને 50 ચોક્કાની મદદથી પોતાની ત્રેવડી સદી પુરી કરી હતી. ગની 341 રન બનાવીને આઉટ થયો હતો.

આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અજય રાજકુમાર રોહેરાના નામે હતો. રોહેરાએ હૈદ્રાબાદ સામે 2018-29માં 267 રનની ઈનિંગ રમી હતી.

Ranji cricketer Sakibul Gani
Ranji cricketer Sakibul Gani did something that made history

સકીબુલ ગનીએ આ પહેલા લિસ્ટ એ કેટેગરીની 14 મેચોમાં 31.41ની એવરેજથી 337 રન બનાવ્યા છે અને તેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે.

જ્યારે લિસ્ટ એ કેટેગરીની ટી-20 મેચોમાં તેણે 27ની એવરેજથી 192 રન બનાવ્યા છે. મિઝોરમ સામેની રણજી મેચમાં સકીબુલે બાબુલ કુમાર સાથે 538 રનની ભાગીદારી કરી હતી. બાબુલે પણ બેવડી સદી ફટકારી હતી.

Related posts

અમ્પાયરના No-Ball આપવા પર રોષે ભરાયો વિરાટ, ફિલ્ડ અમ્પાયરે સમજાવતા આવ્યું હસવું

Mukhya Samachar

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત

Mukhya Samachar

ચાલુ મેચમાં કોહલીને આવ્યો ગુસ્સો! “ચલ આમ, ચૂપચાપ બેટિંગ કર…” કહેતા અમ્પાયર આવ્યા વચ્ચે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy