Mukhya Samachar
GujaratPolitics

હાર્દિક પટેલના રાજીનામાં પર કોંગી નેતા લલિત વસોયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કઈક આવું

Reacting to Hardik Patel's resignation, Cong leader Lalit Vasoya said something like this
  • હાર્દિકના રાજીનામાં પર કોંગી ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા
  • મહત્વનું પદ કોંગ્રેસે હાર્દિકને આપ્યું છતાં પણ નારાજગી એ આશ્ચર્યની વાત: વસોયા
  • કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું: વસોયા

ગુજરાત કોંગ્રેસના યુવા કદાવર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી તમામ હોદા ઉપર થી રાજીનામુ આજરોજ આપ્યું છે. હાર્દિક પટેલે રાજીનામુ આપતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ હાર્દિક પટેલના રાજીનામાં બાબતે પોતાની પ્રતિકિયા આપી હતી. હાર્દિકના રાજીનામાં પર ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા.

લોકશાહીમાં સૌ પોતાનો નિર્ણય લઈ શકે છે, હાર્દિકે જોઈ વિચારીને નિર્ણય કર્યો હશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું મહત્વનું પદ કોંગ્રેસે હાર્દિકને આપ્યું છતાં પણ નારાજગી વ્યક્ત કરે તે આશ્ચર્યની વાત છે. હાર્દિકે ભાજપમાં જવાનું મન બનાવી લીધું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે, ભાજપમાં કોંગ્રેસ જેવી કામ કરવાની સત્તા મળે તેવી શુભકામના પાઠવું છું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું.

Related posts

સારા સમાચાર! ગુજરાત પર મંડાઈ રહ્યા છે વરસાદી વાદળો: જાણો શું કહ્યું હવામાન વિભાગે

Mukhya Samachar

ગોધરા કાંડ: કેટલાક દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોકલી નોટિસ, 2 અઠવાડિયા પછી સુનાવણી

Mukhya Samachar

દિવાળી તો વતનમાજ! રજાઓમાં ઘરે જવા અમદાવાદ બસ-રેલવે સ્ટેશને મુસાફરોનું માનવ મહેરામણ ઊમટ્યું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy