Mukhya Samachar
Gujarat

ગુલ્લીબાજ શિક્ષકો સામે લાલઆંખ! 200 શિક્ષકોતો દોઢ માહિનામાં માત્ર 4 દિવસ જ રહ્યા હાજર

Red eye against bullying teachers! 200 teachers are present only 4 days in a month and a half
• છેલ્લાં દોઢ મહિનાથી 200 જેટલાં શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં
• 200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં
• અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના

Red eye against bullying teachers! 200 teachers are present only 4 days in a month and a half

શિક્ષકોને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. શાળાઓના ગુલ્લીબાજ શિક્ષકોની વિગત સામે આવી છે. છેલ્લાં દોઢ મહિનાથી શિક્ષકોએ બાળકોને ભણાવ્યા જ નહીં હોવાનું સામે આવ્યું છે. 200 જેટલાં શિક્ષકો માત્ર 3-4 દિવસ જ સ્કૂલમાં હાજર રહ્યાં હતાં. આથી, આ મામલે જાણ થતા જ અમદાવાદ DPEOએ ગુલ્લીબાજો સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાના આધારે કાર્યવાહી કરવાની અમદાવાદ DPEOએ સૂચના આપી છે.

Red eye against bullying teachers! 200 teachers are present only 4 days in a month and a half
અમદાવાદ DPEOના આદેશથી ગુલ્લીબાજ શિક્ષકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે અહીં કેટલાંક પ્રશ્નો પણ ઊભા થાય છે જેમ કે, આખરે આ ગુલ્લીબાજ શિક્ષકો કરતા શું હશે? શું ખરેખર તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા નહીં હોય. કે પછી શું તેઓને બરાબર ભણાવતા નહીં આવડતું હોય? અથવા તો શું વિદ્યાર્થીઓને ભણવું નહીં હોય એટલાં માટે શિક્ષકો આવું કરે છે? શું ખરેખર દોઢ મહિનાથી જ શિક્ષકોએ વિદ્યાર્થીઓને નહીં ભણાવ્યા હોય કે પછી આવું ઘણા સમયથી ચાલતું હશે? શું શિક્ષણ વિભાગ દ્વારા આવાં શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે કે કેમ? શું આ શિક્ષકોને વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઇ જ ચિંતા નહીં હોય? જેવાં અનેક સવાલો મનમાં ઊભા થતા હોય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ મામલે ખરેખર શિક્ષણ વિભાગ કોઇ એક્શન લેશે કે શું?

Related posts

સુરતની 24 વર્ષીય દીકરીની અનોખી સિદ્ધિ, નાસા યુનિવર્સિટી માટે કરાઈ પસંદગી

Mukhya Samachar

પહેલીવાર મેદાનમાં ઉતરેલા હાર્દિક પટેલ માટે વિરમગામ બેઠક જીતવી આસાન નહીં હોય.

Mukhya Samachar

રાજકોટના CP અને ટ્રાફિક ACPને કોર્ટની નોટીસ! -મેમો અંગે વાહન ચાલકોને સાચી માહિતી આપવા સૂચના અપાઈ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy