Mukhya Samachar
Gujarat

અંતે રાજીનામું: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું

Asit Vora Resignation
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું
  • આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ રાજીનામું લેવાયું
  • હેડ ક્લાર્ક પેપર લીક બાદ રાજીનામાની માંગ કરાઇ હતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી  મંડળની પરિક્ષાના પેપર લીક બાદથી વિવાદમાં આવેલ અસિત વોરાએ રાજીનામું આપ્યું છે.  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે.

Asit Vora Resignation
Resignation at the end: Resignation of Asit Vora, Chairman, Gujarat Secondary Service Selection Board

અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ ઉઠી હતી. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સરકાર અસિત વોરાને છોવરી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.

Asit Vora Resignation
Resignation at the end: Resignation of Asit Vora, Chairman, Gujarat Secondary Service Selection Board

કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.

Related posts

આર્કિટેક્ટથી MBA સુધીનો અભ્યાસ કરતા 58 યુવાનોએ લીધી દીક્ષા, બાપ્સ આશ્રમમાં કરશે તપસ્યા

Mukhya Samachar

24 કલાકમાં 316 નવા કોરોના કેસ, અમદાવાદ બન્યું હોટ સ્પોટ

Mukhya Samachar

રાજ્યના 58 તાલુકામા મેઘો મહેરબાન! હજુ 5 દિવસ મેઘરાજાની મહેરબાની રહેશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy