Mukhya Samachar
Gujarat

રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ મળી શકે છે

relaxed in Restrictions
  • રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ મળી શકે છે
  • ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો આવતા લેવાઈ શકે છે નિર્ણય
  • મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળશે આજે બેઠક

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા સરકાર રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં હળવાશ આપી શકે છે. આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળશે. જેમા નવી ગાઈડલાઈન મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કેમ કે, રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં ધોરણ 1થી 9ના વર્ગખડ ઓફલાઈન શરૂ કરવા મુદ્દે પણ સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. સરકાર રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપી શકે છે. તો વળી લગ્ન પ્રસંગમાં 250 લોકોને મંજૂરી મળી શકે છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંક ૭૦ હજારથી નીચે પહોંચ્યો છે. ગત ૨૪ કલાકમાં રાજ્યનમાં કોરોનાના નવાં ૮૯૩૪ કેસ અને ૩૪ મોત નોંધાયા છે. નવાં ૮૯૩૪ કેસ સામે ૧૫,૧૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા એક્ટિવ કેસોનો આંક ધટીને ૬૯,૧૮૭ પર પહોંચ્યો છે. જે પૈકી ૨૪૬ કેસ વેન્ટિલેટર પર અને ૬૮,૯૪૧ કેસ સ્ટેબલ છે. ઉપરાંત ગત ૨૪ કલામાં રાજ્યભરમાં ૨,૭૩,૦૬૫ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૯૭,૮૮૫ ડોઝ ૧૮થી ૪૫ વર્ષના લોકોને રસીના બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે.

Related posts

ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર: 3300 ઉમેદવારોને આપવામાં આવશે ઓર્ડર

Mukhya Samachar

ગજબ ટોપીબાઝ હો! બુટલેગરે દારૂની હેરફેર માટેનો એવો કીમિયો કર્યો કે LCB પણ ચોંકી ગઈ

Mukhya Samachar

વડોદરામાં રામનવમીના શોભાયાત્રા પર પથ્થરમારો, પોલીસ ઘટના સ્થળે પહોંચી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy