Mukhya Samachar
National

ચોખા, ઘઉં અને લોટ થયા મોંઘા! ભાવમાં આવ્યો 20%નો ઉછાળો

Rice, wheat and flour became expensive! There was a 20% jump in prices

સરકારે ઘરેલૂ બજારમાં ચોખા, ઘઉં અને લોટ જેવી અનાજની કિંમતો પર લગામ લગાવવા માટે નિકાસ પર રોક લગાવી દીધી, પણ તેની કિંમત સતત વધતી જાય છે. ખાદ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ગત વર્ષની સરખામણીમાં આ ખાદ્ય ઉત્પાદનોની કિંમતોમાં 20 ટકા સુધીનો ઉછાળો આવી ચુક્યો છે.

ખાદ્ય મંત્રાલય અનુસાર, ઘરેલૂ બજારમાં ચોખા, ઘઉં અને લોટની કિંમતોમાં આગળ પણ વધારો થવાનું અનુમાન છે. એક દિવસ પહેલા જ મંત્રાલયે ચોખા, ઘઉં અને લોટના ઓલ ઈંડિયા જથ્થાબંધ તથા છુટક મોંઘવારી સતત ચાલુ છે. તેમાં કહેવાયુ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આ ખાદ્ય પેદાશોની કિંમતોમાં 9થી 20 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. આ આંકડા બાદ મંત્રાલયે કહ્યું કે, આગળ પણ ચોખા, ઘઉં અને લોટની કિંમતોમાં ઉછાળો રહેશે.

Rice, wheat and flour became expensive! There was a 20% jump in prices

કૃષિ મંત્રાલયે ગત બુધવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ખરીફ સિઝનમાં ચોખાનું કુલ ઉત્પાદન 10.49 કરોડ ટન રહેવાનું અનુમાન છે, જે ગત વર્ષની ખરીફ સિઝનમાં 11.17 લાખ ટન હતું. ત્યાર બાદ ખાદ્ય મંત્રાલયનું નિવેદન આવ્યું જેમાં આગળ પણ ચોખા, ઘઉંની કિંમતોમાં ઉછાળાની વાત કરવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું કે, ઓછા ઉત્પાદનના અનુમાન અને બિન બાસમતી ચોખાની વધારે નિકાસના કારણે આગળ પણ ચોખા, ઘઉંની કિંમતોમાં ઉછાળાનો ટ્રેંડ ચાલુ રહેશે.

ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર, દેશમાં ચોખાની છુટક કિંમત ગત વર્ષની સરખામણીમાં 9.03 ટકા વધી, જ્યારે ઘઉંની છૂટક કિંમતમાં 14.39 ટકાનો વધારો થયો. સૌથી વધારે ઉછાળો લોટની છુટક કિંમતમાં આવ્યો, જે ગત વર્ષથી 17.87 ટકા મોંઘો છે. જો જથ્થાબંધ ભાવની વાત કરીએ તો, ચોખા ઓલ ઈંડિયા ડેઈલી હોલસેલ પ્રાઈસ ગત વર્ષની સરખામણીમાં 10.16 ટકા વધી ગયું છે, જ્યારે ઘઉંમાં આ ઉછાળો 15.43 ટકા અને લોટમાં 20.65 ટકા છે.

Rice, wheat and flour became expensive! There was a 20% jump in prices

કૃષિ મંત્રાલયે ખરીફ સીઝન 2022-23 માટે પહેલી વાર અનુમાન જાહેર કર્યા છે, જેમાં કહેવાયુ છે કે આ વખતે ચોખાનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીમાં 6 ટકા ઓછુ રહેશે. પહેલા ચાલૂ સિઝન માટે 12.2 કરોડ ટન ચોખાના ઉત્પાદનનુ લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. જે હવે 10.49 કરોડ ટનનું દેખાઈ રહ્યું છે. ખરીફ ઉત્પાદનમાં ઘટાડાના કારણે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ 2013 અંતર્ગત દેશમાં અનાજ વહેંચવાની યોજના પર અસર પડશે. આ વર્ષે લગભગ 60થી 70 લાખ ટન ચોખાનું ઓછુ ઉત્પાદન થવાનું અનુમાન લગાવ્યું હતું. જે હવે 40-50 લાખ ટન રહી શકે છે.

Related posts

ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે

Mukhya Samachar

ISROની વધુ એક સિદ્ધિ! સંદેશા વ્યવહાર માટે ઉપયોગી GSAT-24 ઉપગ્રહ સફળતા પૂર્વક લોન્ચ

Mukhya Samachar

PFIની રેલીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા, NIAના દરોડાના વિરોધમાં કરવામાં આવી રહ્યો હતો વિરોધ પ્રદર્શન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy